Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ ત્રણ રાજ્યોમાં કરમુક્ત જાહેર, રિલિઝના દિવસે 3.5 કરોડની કમાણી

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં હતી. કારણ કે આ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રીએ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરતની ઐતિહાસિક ઘટના દર્શાવી છે. આ ફિલ્મ દ્વારા કાશ્મીરી પંડિતોની પીડા જોઈને લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. ફિલ્મ જોનારા લોકોએ આ ફિલ્મને શાનદાર ગણાવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકà
 ધ કાશ્મીર ફાઇલ્સ  ફિલ્મ ત્રણ રાજ્યોમાં કરમુક્ત જાહેર  રિલિઝના દિવસે 3 5 કરોડની કમાણી
દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં હતી. કારણ કે આ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રીએ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરતની ઐતિહાસિક ઘટના દર્શાવી છે. આ ફિલ્મ દ્વારા કાશ્મીરી પંડિતોની પીડા જોઈને લોકો પોતાના આંસુ રોકી શકતા નથી. ફિલ્મ જોનારા લોકોએ આ ફિલ્મને શાનદાર ગણાવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ફિલ્મને લઈને ઉગ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. ફિલ્મની કમાણીમાં પણ 139 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.  જે એક રેકોર્ડ છે.  ફિલ્મે શનિવારે 8.5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 12.05 કરોડનો બિઝનેસ કર્યો છે.આ ફિલ્મમાં અનુપમ ખેર ,મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી  અને ચિન્મય માંડલેકર  મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો, હિન્દુઓના નરસંહાર અને હિજરતની વાર્તા છે. આ ફિલ્મને ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં  કરમુક્ત જાહેર કરાઇ છે.  
 
ફિલ્મને વર્ડ ઓફ માઉથ દ્વારાપબ્લિસિટી  સૌથી વધુ મળી
'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ દ્વારા સૌથી વધુ મળી રહી છે. ફિલ્મએ પહેલા દિવસે 1.5 થી 2 કરોડનો બિઝનેસ કરશે તેવો અંદાજ હતો, પરંતુ ફિલ્મે પહેલા જ દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અચાનક જ ફિલ્મ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. તેથી તેના શો અને સ્ક્રીન નંબર પણ વધારવામાં આવ્યા છે. 
થિટેટર્સ આયોજકોના મતે લોકો સવારે સાડા છ વાગ્યાનો શો જોવા પણ  આવી  રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું  આ વીકેન્ડમાં જબરદસ્ત એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે. આ માહિતી તરણ આદર્શે ટ્વિટર પર શેર કરી છે. થિયેટરોમાં પડાપડી છે. 
રાજકોટ,અમદાવાદ,જૂનાગઢ, વડોદરમાં થિયેટરો હાઉસફૂલ થઇ રહ્યાં છે. 

ફિલ્મ માટે મેકર્સે ખૂબ રિસર્ચ કર્યું
'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે દેશભરમાં રિલીઝ થઈ. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર સહિતના ઘણા સ્ટાર્સે પોતાનું અદ્ભુત અભિનય કર્યો છે.અને દર્શકોને વાર્તાની સાથે તેમની એક્ટિંગ પણ પસંદ આવી રહી છે. આ ફિલ્મ માટે મેકર્સે ખૂબ રિસર્ચ કર્યું છે. દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી લાંબા સમયથી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ માટે રિસર્ચ કરી રહ્યા હતા. તેમણે પીડિતો પાસેથી દસ્તાવેજો અને માહિતી લઈને ઘણી સાચી ઘટનાઓને સ્ક્રીન પર લાવી છે. ફિલ્મમાં એક સીન છે જેમાં આતંકી બિટ્ટા કરાટેનો ઈન્ટરવ્યુ બતાવવામાં આવ્યો છે. કાશ્મીર દુર્ઘટના વખતે તે કાશ્મીર લિબરેશન ફ્રન્ટ માટે કામ કરતો હતો. ઈન્ટરવ્યુમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
 
Advertisement


ફિલ્મ ત્રણ રાજ્યોમાં ફિલ્મ કરમુક્ત જાહેર
દર્શકોના અભૂતપુર્વ પ્રતિસાદને જોતાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે. આજે ઓફિશિયલ ટ્વિટર હેનેડલ પરથી આ જાહેરાત કરવામા આવી હતી.  સાથે જ હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા
ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગાવકે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અભિષેક અગ્રાવાકે મીટિંગ પછી કહ્યું કે, કાશ્મીર નરસંહાર દરમિયાન કાશ્મીરી પંડિતોના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ તેઓ ધન્ય છે.
 
દર્શકોએ પોતાના ઇમોશન વ્યક્ત કર્યા
ગઇ કાલે ફિલ્મના કલાકાર અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ભાવુક પણ થતો જોવા મળ્યો હતો.વાસ્તવમાં, અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક યુટ્યુબ ચેનલના વીડિયોની ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં એક રિપોર્ટર થિયેટરની બહાર ફિલ્મ પર દર્શકોની પ્રતિક્રિયા લેતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ કહે છે, 'આ દેશનું સત્ય છે. આપણા દેશની સેક્યુલર. આ લોકોને સેક્યુલર પણ ન કહો. કાયર બોલો હું આ મેકર્સનો આભાર માનીશ, જેણે આ સત્ય બહાર લાવ્યું છે. 
 અન્ય લોકોએ ફિલ્મ જોઇ વ્યક્ત કરી પોતાની લાગણી
પીડા લોકોને જોડે છે. #TheKashmirFiles #KashmiriHinds ની પીડા દર્શાવે છે. કેટલાક તેને શાંતિથી વ્યક્ત કરે છે. કેટલાક રડે છે.


Advertisement




Advertisement






Tags :
Advertisement

.