Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રમિકોના મોત મામલે હૃદય કંપારી દેતા CCTV આવ્યા સામે

અમદાવાદમાં બુધવારે સર્જાયેલી ગમખ્વાર ઘટનામાં 7 શ્રમિકોએ જીવ ગુમાવતા યુનિવર્સિટી પોલીસે ગુનામાં સામેલ 3 કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે. એસ્પાયર 2 નામની નવી બનતી સાઈટમાં સેન્ટિંગ કરતા સમયે નીચે પટકાતા 7 મજૂરોના મોત થયા હતા. જોકે આ ઘટનાના હચમચાવી દેનારા સીસીટીવી પણ સામે આવ્યા છે.ગુજરાત યુનિવર્સિટી પોલીસે સૌરભ શાહ, દિનેશ પ્રજાપતિ અને નેમિષ શાહની ધરપકડ કરી છે.. પકડાયેલા આરોપીઓના સૌરભ શà
શ્રમિકોના  મોત મામલે હૃદય કંપારી દેતા cctv આવ્યા સામે
Advertisement
અમદાવાદમાં બુધવારે સર્જાયેલી ગમખ્વાર ઘટનામાં 7 શ્રમિકોએ જીવ ગુમાવતા યુનિવર્સિટી પોલીસે ગુનામાં સામેલ 3 કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે. એસ્પાયર 2 નામની નવી બનતી સાઈટમાં સેન્ટિંગ કરતા સમયે નીચે પટકાતા 7 મજૂરોના મોત થયા હતા. જોકે આ ઘટનાના હચમચાવી દેનારા સીસીટીવી પણ સામે આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે સૌરભ શાહ, દિનેશ પ્રજાપતિ અને નેમિષ શાહની ધરપકડ કરી છે.. પકડાયેલા આરોપીઓના સૌરભ શાહ મુખ્ય કોન્ટ્રાકટર જ્યારે અન્ય બે પેટા કોન્ટ્રાકટર છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની નવી બનતી સાઈટમાં બુધવારે સવારે લિફ્ટનું સેન્ટિંગનું કામ કરતા સમયે 8 શ્રમિકો નીચે પટકાયા હતા જેમાંથી 7 ના મોત થતા પોલીસ, ફાયર અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. જે જે ઘટનાના બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા સાઈટ પર કામ કરતા મજૂરોને સેફટીબેલ્ટ આપવામાં નહોતા આવ્યા. જેના કારણે મજૂરોના મોત થયા હોવાથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
7 શ્રમિકોને મોત મામલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું તેવામાં શ્રમ વિભાગે પણ આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પાસે અહેવાલ માંગ્યો છે.  ઘટના અંગે પુરાવા મેળવવા પોલીસે FSL ની મદદ લીઘી હતી અને અન્ય મજૂરોના નિવેદન બાદ કોન્ટ્રાકટરની બેદરકારી છતી થતા જ મોડી રાત્રે અટકાયત કરી ધરપકડ કરી છે. જોકે આ મામલે બિલ્ડર સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે પણ મોટો સવાલ છે. બેદરકારી દાખવવા બદલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સાઈટને બાંધકામને આપેલી પરવાનગી પણ રદ્દ કરી છે.
આ મામલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગ કરશે અને રિમાન્ડ દરમિયાન આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.ત્યારે આગામી સમયમાં આ કેસમાં કેવા ખુલાસા આવે છે તે જોવું રહ્યું
Tags :
Advertisement

.

×