Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાપુનગરમાં ફેકટરીનું ધાબું પડ્યું, 3 લોકો દટાતા ફાયર વિભાગે બહાર કાઢયા

સામાન્ય રીતે ચોમાસાની સીઝન પહેલા જ રાજ્યની અલગ-અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત થઇ ગયેલી બિલ્ડીંગોને ઉતારી લેવાની નોટીસ મકાન માલિકોને આપવામાં આવે છે. છતાં કેટલાક લોકો બિલ્ડીંગ ખાલી કરતા નથી અને તેમાં વસવાટ કરે છે અને ત્યારબાદ આ બિલ્ડીંગ ધરાશાયી થતા લોકોને ઈજા થવાની પણ ઘટના સામે  આવતી હોય છે. ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થવાની વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અ
બાપુનગરમાં ફેકટરીનું ધાબું પડ્યું  3 લોકો દટાતા ફાયર વિભાગે બહાર કાઢયા
સામાન્ય રીતે ચોમાસાની સીઝન પહેલા જ રાજ્યની અલગ-અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત થઇ ગયેલી બિલ્ડીંગોને ઉતારી લેવાની નોટીસ મકાન માલિકોને આપવામાં આવે છે. છતાં કેટલાક લોકો બિલ્ડીંગ ખાલી કરતા નથી અને તેમાં વસવાટ કરે છે અને ત્યારબાદ આ બિલ્ડીંગ ધરાશાયી થતા લોકોને ઈજા થવાની પણ ઘટના સામે  આવતી હોય છે. ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થવાની વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. 
અમદાવાદ બાપુનગરમાં આવેલ એક ફેકટરીનું ધાબું  સવારના સમયે અચાનક ધરાશાયી થયું હતું જેના કારણે અંદર રહેલા 3 માણસો દટાયા હતા. જોકે ફાયર વિભાગે સહી -સલામત  તેઓને બહાર કાઢયા હતા.
બાપુનગરમાં તિરુપતિ એસ્ટેટ, અંબર સિનેમા પાછળ એક યુનિટમાં પહેલા માળના ધાબાનો સ્લેબ સવારના 11 વાગ્યા સમયે પડ્યો હતો.જેનો કોલ ફાયર વિભાગને  મળતાંની સાથે જ  ફાયરની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સ્લેબ પડતા તેની નીચે બાલુબેન જીવલભાઈ મિસ્ત્રી - ૫૦ વર્ષ, મુકેશભાઈ - ૩૫ વર્ષ કાનજીભાઈ - ૪૦ વર્ષ દટાયા હતા. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરાયા હતા.જેમાં 3 ફસાયેલા માણસોને જીવિત  બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં  એમ્બ્યુલન્સ મારફતે મોકલ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.