કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ વધે તે માટે યોજાશે એક્ઝિબિશન
જીટીયુ અને એસીસીડબ્લ્યુએફના (ACCWF) સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વખત એગ્રો સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિક્રાંતિના ઉપલક્ષે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિ મેળાઓ યોજીને ટેક્નોલોજી આધારિત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનુ કાર્ય કરે છે. ભારતીય અર્થતંત્ર આજ પણ કૃષિ પર નિર્ભર છે. ત્યાકે કૃષિના ક્ષેત્રે આજે પણ પૂરતી ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી. કૃ
Advertisement
જીટીયુ અને એસીસીડબ્લ્યુએફના (ACCWF) સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વખત એગ્રો સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિક્રાંતિના ઉપલક્ષે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિ મેળાઓ યોજીને ટેક્નોલોજી આધારિત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનુ કાર્ય કરે છે. ભારતીય અર્થતંત્ર આજ પણ કૃષિ પર નિર્ભર છે. ત્યાકે કૃષિના ક્ષેત્રે આજે પણ પૂરતી ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી. કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની તાતી જરૂરિયાત છે.
આ પ્રકારના એક્ઝિબિશનથી ગ્રામીણ અર્થતંત્રને સહયોગી થઈને, એગ્રો સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતો આર્થિક લાભ મેળવીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી બની શકે છે. આગામી 21 અને 22 જુલાઈના રોજ જીટીયુ ખાતે આ એક્ઝિબિશનમાં 30 એગ્રી સ્ટાર્ટ અપ ભાગ લેશે. બે દિવસીય એક્ઝિબિસનમાં કુલ 40 સ્ટાર્ટઅપ સ્ટોલને વિનામૂલ્યે તક આપવામાં આવી છે. જેમાંથી 30 સ્ટોલ એગ્રો સ્ટાર્ટઅપના રહેશે.
Advertisement
કૃષિક્રાંતિના માટે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિ મેળાઓ યોજીને ટેક્નોલોજી આધારિત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનુ કાર્ય કરે છે. કૃષિ વિકાસમાં ટેક્નોલોજીનો વ્યાપ વધે તે હેતુસર GTU અને અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વખત એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના એક્ઝિબિશનથી ગ્રામીણ અર્થતંત્રને સહયોગી થઈને , એગ્રી સ્ટાર્ચઅપ સાથે સંકળાયેલ ઉદ્યાગ સાહસિકો અને ખેડૂતો આર્થિક લાભ મેળવીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી કરી શકાશે.
પ્રાકૃતિક ખેતી, અધ્યતન કૃષિલક્ષી ઓજારો, સોઈલ હેલ્થ,પેસ્ટીસાઈડઝના ઉપયોગના નિયંત્રણ માટેની પ્રણાલી વિકસાવતા તેમજ ઓર્ગેનિક ખાતર માટેના સંસાધનો, એનિમલ હેલ્થ મોનિટરીંગ અને કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ જેવા સ્ટાર્ટઅપને એક્ઝિબિટ કરવામાં આવશે.
Advertisement