Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે લેવાશે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા, તમામ કેન્દ્ર CCTVથી કરાયા સજ્જ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો. આજે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. હેડ ક્લાર્કની કુલ 186 જગ્યા માટે આ પરીક્ષા આજે લેવામાં આવશે. અમદાવાદમાં કુલ 163 થી વધુ કેન્દ્ર પર હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યમાં 2 લાખ 40 હજાર જ્યારે અમદાવાદમાà
આજે લેવાશે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા  તમામ કેન્દ્ર cctvથી કરાયા સજ્જ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો. આજે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. 
હેડ ક્લાર્કની કુલ 186 જગ્યા માટે આ પરીક્ષા આજે લેવામાં આવશે. અમદાવાદમાં કુલ 163 થી વધુ કેન્દ્ર પર હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યમાં 2 લાખ 40 હજાર જ્યારે અમદાવાદમાં જ 1 લાખ 6 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. વળી આ પરીક્ષા દરમિયાન કોઇ ઘટના ન બને તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા સેટ કરી દેવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર તકેદારી અધિકારીની નિમણૂંક કરાઇ છે. વળી સ્ટ્રોંગરૂમ પણ તમામ શાળામાં તૈયાર કરાયો છે. જણાવી દઇએ કે, પેપર લીક થવાને કારણે અગાઉ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા લીક થયું હતું જેનો આક્ષેપ યુવા નેતા યુવરાજ સિંહે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષાનું પેપર હિંમતનગરથી લીક થયું હતું. પેપર લીકમાં પોલીસ કર્મચારીની સંડોવણી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. સાથે-સાથે રૂપિયા 10થી 12 લાખમાં હેડ ક્લાર્કનું પેપર વેચાયું હોવાનો પણ આરોપ કરાયો હતો.  
પેપરલીક કૌભાંડમાં સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી ત્યારે રાજ્ય સરકારે હેડકલાર્કની પરીક્ષા રદ કરવા નિર્ણય કર્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચ ન આવે તે માટે લેખિત પરીક્ષા રદ કરાઇ છે. અત્યાર સુધી આ સમગ્ર પ્રકરણમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રૂા.30 લાખ રીકવર પણ કરાયા છે.
Advertisement
Tags :
Advertisement

.