Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદીઓની આતુરતાનો આવશે અંત, મેટ્રો ટ્રેન સેવા જલ્દી જ થશે શરૂ

અમદાવાદીઓ માટે નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનને લઇને એક સારા સમાચાર સામે આવી શકે છે. હિન્દુઓનો પાવન તહેવાર નવરાત્રિ પહેલા અમદાવાદીઓને મેટ્રો ટ્રેન સેવાની ભેટ મળી શકે  છે. અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આ આતુરતાનો અંત જલ્દી જ આવી શકે છે. જણાવી દઇએ કે, મેટ્રો ટ્રેન સેવા જલ્દી જ શરૂ થઇ શકે તે માટે સ્ટેશનો પર લગભગ કામગીરી પà
અમદાવાદીઓની આતુરતાનો આવશે અંત  મેટ્રો ટ્રેન સેવા જલ્દી જ થશે શરૂ
અમદાવાદીઓ માટે નજીકના દિવસોમાં મેટ્રો ટ્રેનને લઇને એક સારા સમાચાર સામે આવી શકે છે. હિન્દુઓનો પાવન તહેવાર નવરાત્રિ પહેલા અમદાવાદીઓને મેટ્રો ટ્રેન સેવાની ભેટ મળી શકે  છે. અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આ આતુરતાનો અંત જલ્દી જ આવી શકે છે. જણાવી દઇએ કે, મેટ્રો ટ્રેન સેવા જલ્દી જ શરૂ થઇ શકે તે માટે સ્ટેશનો પર લગભગ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે, ટ્રેનના રૂટ પર જે ટ્રાયલ કરવામાં આવી હતી તે પણ પૂર્ણ કરવામાં આવી છે.

ગત મહિનાથી અમદાવાદ મેટ્રોના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર ટ્રેનના ટ્રાયલ ચાલી રહ્યા હતા. અમદાવાદીઓ જે મેટ્રો ટ્રેન સેવા જલ્દી જ શરૂ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેનો હવે અંત આવશે. મહત્વનું છે કે, મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. CMRSના અધિકારીઓ દ્વારા ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. વળી સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદને નવરાત્રી પર મેટ્રો ટ્રેનની ભેટ મળી શકે છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. શક્યતા છેકે, નવરાત્રિ દરિમાયન જ ગરબે ગુમતા ગુમતા અમદાવાદીઓ મેટ્રો ટ્રેનના સફરની પણ મજા માણી શકે છે.
અમદાવાદને જોડતા બે ઉત્તર-દક્ષિણ દિશાની મેટ્રો રૂટનું ચીફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS - Chief Metro Rail Safety) દ્વારા અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું જે બાદ ધ્યાનમાં આવ્યું કે અહીં હવે આ રૂટ પર કોઈ ખામી નથી. નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદીઓ મેટ્રો સફર કરી શકે તેવી પૂરી તૈયારીઓ થઇ ગઇ છે. નવરાત્રિના પ્રથમ નોરતે 26 સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી ગુજરાત મુલાકાતે આવવાના છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. 
મહત્વનું છે કે, અમદાવાદીઓ મેટ્રો શરુ થાય તેની રાહ જોઇ રહ્યા છે જેનું એક કારણ ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળે તે છે. તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જેવી મેટ્રો ટ્રેન શરૂ થશે કે તેમને આ ટ્રાફિકની પરેશાન ઓછી થશે. મેટ્રો ટ્રેન APMCથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી દોડતી થશે. 38 સ્ટેશનો છે કે જેના પર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને તેને માત્ર ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. આ રૂટની કૂલ લંબાઈ 40 કિલોમીટર થાય છે. એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચવા માટે મેટ્રો ટ્રેનને એક મિનિટ જેટલો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ 2021 માં પૂર્ણ થવાનો હતો, જો કે કોરોના મહામારી દરમિયાન થયેલા લોકડાઉન અને કેટલીક કાયદાકીય અડચણોને કારણે પ્રોજેક્ટમાં વિલંબ કર્યો. પ્રોજેક્ટ પર 12,500 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ ટ્રેન વોલ્ડ સિટી સિવાય એલિવેટેડ પ્લેટફોર્મ પર દોડશે જ્યાં તે ભૂગર્ભ છે. ભૂગર્ભ વિભાગમાં ચાર સ્ટેશનો છે- કાલુપુર, શાહપુર, ઘીકાંટા અને કાંકરિયા પૂર્વ.
Tags :
Advertisement

.