Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કામ જોયા બાદ જ કોન્ટ્રાક્ટરને ચુકવણું કરાશે, સારા રસ્તા બને તે માટે AMCનો આદેશ

કોર્પોરેશનના કમિશ્નરે આપ્યો આદેશગુણવત્તાના ધોરણો ચકાસવામાં આવશેમોડા મોડા પણ AMC તંત્ર જાગ્યુંશહેરમાં રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચે છે ત્યારે મોડા મોડા પણ તંત્રની આંખો ખુલી છે અને હવે પછી શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપસ્યા બાદ અને કેટલું કામ રોડ બનવાનું પૂર્ણ થયું છે તે જોઈને જ રોડ કોન્ટ્રાકટરને પૈસા ચુકવામાં આવશે. શહà
11:36 AM Dec 11, 2022 IST | Vipul Pandya
  • કોર્પોરેશનના કમિશ્નરે આપ્યો આદેશ
  • ગુણવત્તાના ધોરણો ચકાસવામાં આવશે
  • મોડા મોડા પણ AMC તંત્ર જાગ્યું
શહેરમાં રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચે છે ત્યારે મોડા મોડા પણ તંત્રની આંખો ખુલી છે અને હવે પછી શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપસ્યા બાદ અને કેટલું કામ રોડ બનવાનું પૂર્ણ થયું છે તે જોઈને જ રોડ કોન્ટ્રાકટરને પૈસા ચુકવામાં આવશે. શહેરમાં બનેલા ઘણા ખરા રસ્તાની હાલત બનતાની સાથે જ ખખડધજ થઇ જાય છે ત્યારે મોડા મોડા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે આદેશ કર્યો છે કે, કામ જોયા બાદ જ કોન્ટ્રાકટર ને પેમેન્ટ આપવામાં આવશે.
ગુણવત્તાના ધોરણોની ચકાસણી થશે
તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય જળવાઇ રહે તે માટે ચોક્કસ ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે માટે કમિશનર દ્વારા તાજેતરમાં જ આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રોડ પરના થરની જાડાઈ, ડામર કેટલો ગરમ છે? તેની લેબોરેટરી ચેકઅપ સહિત અનેક બાબતોનો સમાવેશ થતો હતો.
રસ્તાની ગુણવત્તાની અનેક ફરિયાદો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે પ્રતિવર્ષ રસ્તાઓ બનાવવા અને તેને રિપેર કરવા પાછળ 400 કરોડ કે તેથી વધારે ખર્ચ કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ બનાવવા તથા અન્ય પાછળ પ્રથમ છ મહિનામાં માંડ 96 કરોડ જેટલો ખર્ચ કરાયો છે. બીજી તરફ શહેરમાં બનતાં રસ્તાઓની ગુણવત્તા બાબતે અનેક ફરિયાદો ઉઠે છે. 2017માં મોટી સંખ્યામાં શહેરના રસ્તાઓ તૂટી ગયા બાદ મામલે કેટલાક એન્જીનિયર સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો..! જાણો અન્ય નેતાઓની આવકમાં કેટલો થયો વધારો-ઘટાડો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadMunicipalCorporationAMCAMCorderAmdavadGujaratGujaratFirstGujaratiNews
Next Article