Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમનવેલ્થમાં વિજેતા ગુજરાતી ખેલાડીઓનું મુખ્યમંત્રીશ્રીએ કર્યુ સન્માન

આજે ગાંધીનગર ખાતે કોમનવેલ્થમાં વિજેતા ગુજરાતના તમામ ખેલાડીઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું.  સાથે જ આ તમામ ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર એનાયત કરાયા હતાં. આ વર્ષે યોજાયલી કોમનવેલ્થ ગેમમાં ભારતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. જેમાં  આ વર્ષે મેડલની યાદીમાં ભારતનું સ્થાન 61 મેડસ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સા
કોમનવેલ્થમાં વિજેતા ગુજરાતી ખેલાડીઓનું મુખ્યમંત્રીશ્રીએ કર્યુ સન્માન
આજે ગાંધીનગર ખાતે કોમનવેલ્થમાં વિજેતા ગુજરાતના તમામ ખેલાડીઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું.  સાથે જ આ તમામ ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર એનાયત કરાયા હતાં. આ વર્ષે યોજાયલી કોમનવેલ્થ ગેમમાં ભારતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. જેમાં  આ વર્ષે મેડલની યાદીમાં ભારતનું સ્થાન 61 મેડસ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સાથે જ ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. જેમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભા પણ કોમનવેલ્થના મેદાનમાં ઝળકી હતી. ત્યારે આ તમામ ખેલાડીઓનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરાયું હતું. સાથે જ આ જે મુખ્યમંત્રીના હસ્તે તમામ 5 રમતવીરોને "ખેલ પ્રતિભા પુરસ્કાર" એનાયત કરાયા હતા. 
ગુજરાતના આ 5 પ્રતિભાશાળી ખેલાડીઓનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન 
-હરમીત દેસાઈને ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ બદલ રુ. 35 લાખનું ઇનામ
- ભાવિના પટેલને પેરા ટેબલ ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ બદલ રુ. 25 લાખનું ઇનામ
- સોનલ પટેલને પેરા ટેબલ ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ બદલ રુ.10 લાખનું ઇનામ
- યાસ્તીકા ભાટીયાને ટી-20 ક્રિકેટમાં સિલ્વર મેડલ: રુ. 5 લાખનું ઇનામ 
- રાધા યાદવને ટી-20 ક્રિકેટમાં સિલ્વર મેડલ: રુ. 5 લાખનું ઇનામ
તમામ ખેલાડીઓની સિદ્ધિને રાજ્ય સ્તરે બિરદાવવમાં આવી હતી. વિજેતા ખેલાડીઓ સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય મંત્રીશ્રીએ કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં ટેબલ ટેનિસ રમતમાં ટિમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ. ૩પ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ. રપ લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ. ૧૦ લાખની પુરસ્કાર રાષિના ચેક અર્પણ કર્યા હતા. તેમણે આ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસ્મિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત ખેલાડીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના હરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે.  રમત-ગમત પ્રત્યે જોવાની લોકોની દ્રષ્ટિ બદલાઇ છે અને હરેક રમતોમાં છેક ગ્રામીણ સ્તરે થી પણ પ્રતિભાવંત હોનહાર ખેલાડીઓ વિવિધ રમત-ગમતોમાં ભાગ લેતા થયા છે. એટલું જ નહિ, ભારત હવે રમત-ગમત સહિત હરેક ક્ષેત્રે વિશ્વમાં આગળ વધ્યું છે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહિ છે. 
મુખ્યમંત્રીશ્રીએ આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યુ છે અને ગુજરાતના ખેલાડીઓએ પોતાના ઉજ્જવળ દેખાવ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ભારતના વિજય પતાકા વિશ્વના ખેલાડીઓ સમક્ષ લહેરાવી છે. ગુજરાત સરકારે રમત-ગમત ક્ષેત્રના બજેટમાં વધારા સહિત ખેલાડીઓ માટે અનેકવિધ સુવિધાઓ આપી છે. 
 
આવનારા દિવસોમાં 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન બનવા પણ ગુજરાત સજ્જ છે અને નવરાત્રિના દિવસોમાં યોજાનારા આ રમતોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ રમતો સાથે સાથે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા ગરબા પણ માણી શકે તેવું આયોજન મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં થઇ રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.   
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. તેમણે આ ખેલાડીઓના તત્કાલ સન્માન અને પ્રતિભા પુરસ્કાર માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે રસ દાખવ્યો છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. 
આ ગૌરવશાળી સમારોહમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. અર્જુનસિંહ રાણા, સંયુકત સચિવ શ્રી પટેલ તેમજ વિવિધ રમતોના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ, કોચ અને ખેલકૂદ પ્રેમીઓ તેમજ વિજેતા ખેલાડીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 
Advertisement

Tags :
Advertisement

.