Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરુ થશે હિતચિંતક અભિયાન

વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા આગામી 6 નવેમ્બરથી હિતચિંતક  અભિયાન (Campaign) શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના 10,000 ગામડાઓમાં પહોંચીને 50 લાખ હિન્દુઓને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાવાની અપીલ કરવામાં આવશે.વિહીપના 60 વર્ષ પૂર્ણ થવા અવસરે અભિયાન આગામી  વર્ષ 2024માં વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે હિત
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરુ થશે હિતચિંતક અભિયાન
વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા આગામી 6 નવેમ્બરથી હિતચિંતક  અભિયાન (Campaign) શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના 10,000 ગામડાઓમાં પહોંચીને 50 લાખ હિન્દુઓને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાવાની અપીલ કરવામાં આવશે.
વિહીપના 60 વર્ષ પૂર્ણ થવા અવસરે અભિયાન 
આગામી  વર્ષ 2024માં વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે હિતચિંતક અભિયાન દર ત્રણ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે આ હિતચિંતક અભિયાનમાં નવીનીકરણના અલગ અલગ મુદ્દાઓ પણ રહેવાના છે જેમાં વિશેષ વર્ગના લોકોને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવશે જેમાં કલાકારો સેલિબ્રિટીઓ, એન્જિનિયર, નિવૃત્ત જજ, રમતવીરો વગેરે લોકોને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવશે.

વિહીપના કાર્યરો 50 લાખ હિન્દુઓ સુધી પહોંચશે
આગામી 6 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી હિતચિંતક અભિયાન અંતર્ગત વિહીપના 25,000 થી પણ વધુ કાર્યકર્તાઓ કામે લાગવાના છે જેમાં ઉત્તર ગુજરાતના 3000 ગામ, સૌરાષ્ટ્રના 4000 ગામડાઓ અને મધ્ય ગુજરાતના 3000 ગામડાઓ સુધી પહોંચીને 50 લાખથી પણ વધુ હિન્દુઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક વિશ્વ હિન્દુ પરિષદે રાખ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.