ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરાયેલ અખિલ ભારતીય શિક્ષા સમાગમનું સમાપન કરાયું

જીટીયુના કુલપતિ સહિત દેશની વિવિધ યુનિવર્સિટીના 875 કુલપતિ અને શિક્ષણવિદો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ.કોઈ પણ દેશના આર્થિક, સામાજિક , સાંસ્કૃતિક  કે પછી અન્ય દરેક ક્ષેત્રના વિકાસના મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મહત્વનું અસરકર્તા પરિબળ હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2020માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશમાં લાગુ કરીને યુવા શક્તિને વર્ત
08:31 AM Jul 10, 2022 IST | Vipul Pandya

જીટીયુના કુલપતિ સહિત દેશની વિવિધ યુનિવર્સિટીના 875 કુલપતિ અને શિક્ષણવિદો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલ માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ.

કોઈ પણ દેશના આર્થિક, સામાજિક , સાંસ્કૃતિક  કે પછી અન્ય દરેક ક્ષેત્રના વિકાસના મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મહત્વનું અસરકર્તા પરિબળ હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2020માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશમાં લાગુ કરીને યુવા શક્તિને વર્તમાન સમયની અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી સંદર્ભે, તાજેતરમાં જ વારાણસી ખાતે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. 


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણનીતિના ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ કે. કસ્તુરીરંગનજી તેમજ દેશભરની વિવિધ યુનિવર્સિટીના 875 કુલપતિઓ અને શિક્ષણવિદોએ આ સમારંભમાં ભાગ લીધો હતો.

જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જીટીયુમાં NEP2020ના ઈમ્પ્લીમેન્ટેશન માટે થયેલ કામગીરી વિસ્તૃત રીતે જણાવી હતી તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા સ્થાને હાજર રહીને તેમના વિચારો  રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલવારી માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મલ્ટી ડિસિપનેરી એજ્યુકેશન જેના ચેર પર્સન તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના કુલપતિ પ્રો. રામશંકર દુબે  , ક્વોલિટી રેન્કિંગ એન્ડ એક્રેડીટેશનના ચેર પર્સન તરીકે નેશનલ બોર્ડ એક્રેડીટેશનના ચેરમેન પ્રો. કે. કે. અગ્રવાલ, સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પ્લોયબીલીટીના ચેર પર્સન તરીકે આઈ. આઈ. ટી. તિરૂપતિના ડાયરેક્ટર ડો. કે. એન. સત્યનારાયણ, ઇન્ટરનેશનલાઈઝેશન ઓફ એજ્યુકેશનના ચેર પર્સન તરીકે બીએચયુ વારાણસીના કુલપતિ પ્રો. સુધીર જૈન, રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપના ચેર પર્સન તરીકે આઈ. આઈ. એસ. સી. બેંગ્લોરના ડાયરેક્ટર પ્રો. જી. રંગરાજન, ગવર્નન્સ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ ઓફ ટીચર્સ ફોર ક્વૉલિટી એજ્યુકેશનના ચેર પર્સન્ટ તરીકે ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર પ્રો. એમ. કે. શ્રીધર, ડિજિટલ એમ્પાવરમેન્ટ એન્ડ ઓનલાઇન એજ્યુકેશનના ચેર પર્સન તરીકે એઆઈસીટીઈના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે જેવા અનેક તજજ્ઞોએ હાજર રહીને વિસ્તૃત ચર્ચા કરી હતી.
Tags :
GujaratFirstinauguratedbythePrimeMinisterIndiaShikshaSamagamwasconcluded
Next Article