Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાસપોર્ટમાં ચેડા કરનારા આરોપીઓ ઝડપાયા, આ રીતે પાસપોર્ટ સાથે કરતા હતા છેડછાડ

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પાસપોર્ટમાં ચેડા કરનારા આરોપીઓ ઝડપાયા છે. એરપોર્ટ પરથી પાંચ લોકોને પકડી ઇમિગ્રેશન વિભાગે પોલીસને સોંપ્યા છે. આરોપીઓના પાસપોર્ટ જોતા તેમાં કેટલાક પન્ના ફાડેલા હતા. જેથી તેઓએ કોઇ કાવતરૂ રચવા છેતરપિંડી કરી હોવાની શંકા લાગતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધતા SOGએ આ મામલે તપાસ શરૂ કરી છેપાસપોર્ટમાં ચેડાહરિયાણાના અમન રોડ, રોનક જાટ, સિકંદર ર
11:26 AM Jan 30, 2023 IST | Vipul Pandya
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પાસપોર્ટમાં ચેડા કરનારા આરોપીઓ ઝડપાયા છે. એરપોર્ટ પરથી પાંચ લોકોને પકડી ઇમિગ્રેશન વિભાગે પોલીસને સોંપ્યા છે. આરોપીઓના પાસપોર્ટ જોતા તેમાં કેટલાક પન્ના ફાડેલા હતા. જેથી તેઓએ કોઇ કાવતરૂ રચવા છેતરપિંડી કરી હોવાની શંકા લાગતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધતા SOGએ આ મામલે તપાસ શરૂ કરી છે
પાસપોર્ટમાં ચેડા
હરિયાણાના અમન રોડ, રોનક જાટ, સિકંદર રોડ, શીબ રોડ અને અંકુશ રોડની હાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ એરપોર્ટ પર પહોંચ્યા અને કેન્યા ખાતે જવાના હતા પણ તે પહેલા ઇમિગ્રેશન વિભાગના કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે ઇમિગ્રેશનના અધિકારીએ તેઓના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ તપાસ્યા હતા. જેમાં તેઓએ પાસપોર્ટમાં કેટલાક પન્ના ફાડેલા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ કોઇ કાવતરૂ રચવા માટે આ રીતે છેતરપિડી કરી હોવાનું સામે આવતા પોલીસને જાણ કરાઇ. એરપોર્ટ પોલીસે પાંચેય લોકોની અટકાયત કરી તેઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કારણ
આરોપીઓને સહેલાઇથી અમેરિકા જવું હોવાથી એજન્ટ બલ્લી સમાધ્યાનનો સંપર્ક કર્યો હતો. જે એજન્ટે આરોપીઓને અમેરિકા જવું હોય તો પહેલા બીજી નાની કન્ટ્રીમાં ટુરીસ્ટ વિઝા મેળવી ત્યાં જવું પડશે તેમ કહી ટુરીસ્ટ વિઝા બનાવી આપ્યા હતા. આરોપીઓના પાસપોર્ટમાં ગુયાના કન્ટ્રીના સ્ટેમ્પ લાગેલા હતા ત્યારબાદ એજન્ટ બલ્લીએ આ તમામ લોકોને કેન્યા કન્ટ્રીના વિઝા કરાવી આપ્યા હતા ત્યાં જવા માટે નીકળે તે પહેલા જ તેઓ ઝડપાઇ ગયા. કેન્યા જવા માટે ગુનાયા કન્ટ્રીના વિઝા સ્ટેમ્પ લાગેલા હોય તો જવા ન મળે તેવું એજન્ટે કહેતા પાસપોર્ટમાંથી ગુનાયા કન્ટ્રીના સ્ટેમ્પ લાગેલા પાના આરોપીઓના પાસપોર્ટમાંથી ફાડી નાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
પોલીસ તપાસ
આ મામલે આરોપીઓએ આ કામ માટે એજન્ટને કેટલા રૂપિયા આપ્યા સાથે જ એજન્ટે કેટલા લોકોને આ રીતે કેન્યા મોકલી આપ્યા છે અને અમેરિકા મોકલવા માટે આ રીતનું કાવતરૂ અન્ય કેટલા એજન્ટ કરી રહ્યા છે તેવી દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - ચીખલીમાં મોબાઈલની દુકાનમાં 29.61 લાખની ચોરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadlCrimeNewsGujaratFirstPassportSOGPoliceઅમદાવાદગુજરાતપોલીસગુજરાતીસમાચાર
Next Article