Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીટીયુ ખાતે 9મો સેન્ટ્રલાઈઝ્ડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેર યોજાશે

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને ટેક્નિકલ શિક્ષણમાં દેશના વિદ્યાર્થીઓની પસંદગીમાં અગ્રસ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીના શિક્ષણની સાથે -સાથે તેની લાયકાત આધારીત રોજગારી પણ મળી રહે તે અર્થે પ્લેસમેન્ટ માટે પણ કાર્યરત રહે છે. આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યુથ ડેવલોપમેન્ટ ફાર્મસ્યૂટીકલ્સ એસોસીયેશàª
09:03 AM Jun 09, 2022 IST | Vipul Pandya

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને ટેક્નિકલ શિક્ષણમાં દેશના વિદ્યાર્થીઓની પસંદગીમાં અગ્રસ્થાન પામનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીના શિક્ષણની સાથે -સાથે તેની લાયકાત આધારીત રોજગારી પણ મળી રહે તે અર્થે પ્લેસમેન્ટ માટે પણ કાર્યરત રહે છે. આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યુથ ડેવલોપમેન્ટ ફાર્મસ્યૂટીકલ્સ એસોસીયેશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 9મો સેન્ટ્રલાઈઝ્ડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેર યોજાશે.


જેમાં જીટીયુ સંલગ્ન તમામ ફાર્મસી કૉલેજના વર્ષ 2022માં પાસ થયેલા ડી. ફાર્મ , બી. ફાર્મ , એમ.ફાર્મ , ફાર્મા.ડી અને પી.એચડીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ બહોળી સંખ્યામાં વિદ્ય્રાર્થીઓને આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે અપીલ કરી છે.

આ પ્રસંગે ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસીયેશનના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી વિરેન્ચી શાહ અને જીટીયુ ડીઆઈઆરના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી પણ ઉપસ્થિત રહશે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજાને પણ જીટીયુ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે. એપોલો ફાર્મસી , હિમાલયા વેલનેસ , વાસા ફાર્માકેર પ્રા. લિ. ,ઝાયડ્સ જેવી ફાર્મા ક્ષેત્રની 70થી વધુ અગ્રગણ્ય કંપનીઓ આ ફેરમાં ભાગ લઈને 1500થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પાડશે. પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ https://tinyurl.com/GTU9thPharmacy-placement-fair લિંક પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. વઘુમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ કોવિડ-19ની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહશે.
Tags :
CentralizedFaiGTUGujaratFirstPharmacyPlacement
Next Article