Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ DGP ગુજરાત આર.બી શ્રીકુમાર સામે ગુનો નોંધ્યો

પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવાનાં મામલે ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી સુપ્રિમ કોર્ટે  ફગાવ્યા બાદ કોર્ટના અવલોકનનાં આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ DGP ગુજરાત આર.બી શ્રીકુમાર સામે ગુનો નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા કવાયત હાà
10:03 AM Jun 26, 2022 IST | Vipul Pandya

પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવાનાં મામલે ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની અરજી સુપ્રિમ કોર્ટે  ફગાવ્યા બાદ કોર્ટના અવલોકનનાં આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પૂર્વ DGP ગુજરાત આર.બી શ્રીકુમાર સામે ગુનો નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ સર્જાયેલા રમખાણો મામલે બનાવટી દસ્તાવેજો બનાવી, ખોટા પુરાવાઓ ઉભા કરી સરકારને બદનામ કરવાનું કાવતરું ધડવા સહિતનાં ગુનાની અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી.જ્યારે ગુજરાતનાં પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને સમન્સ પાઠવવામાં આવતા તેઓ ક્રાઈમબ્રાંચમાં હાજર થતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આ ગુનામાં ત્રીજા આરોપી સસ્પેન્ડેડ સંજીવ ભટ્ટ ડ્રગ્સનાં બનાવટી કેસમાં પાલનપુર જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

આ ગુનામાં ઝડપાયેલા બન્ને આરોપીઓ જેમાં તિસ્તા અને આરબી શ્રીકુમારને અમદાવાદ ક્રાઈમબ્રાંચે કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. મહત્વનું છે કે ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નિકળેલા રમખાણો અને નરોડાની ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસનાં પૂર્વ સાસંદ અહેસાન જાફરી સહિતનાનાં મૃત્યુ પામવા મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઈટીનએ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતનાઓને ક્લીનચીટ આપી હતી.તેમની સામે તિસ્તા સેતલવાડ દ્વારા અને ઝાકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી પીટીશનને સુપ્રિમ કોર્ટે ફગાવી દિધી છે.માત્ર સનસનાટી માટે રમખાણોનાં મુદ્દે 16 વર્ષ સુધી આ વિવાદ સળગતો રાખવા અને SIT એ કરેલી કામગીરી અને તપાસને બદનામ કરવાનાં ઈરાદે આ ત્રિપુટીએ ગેરરીતી કરી હોવાથી તેમની સામે પગલાં ભરવા કોર્ટે અવલોકન કર્યું હતું..જે બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં મુખ્ય આરોપી તિસ્તા સેતલવાડ દ્વારા સિટિઝન ફોર સોશિયલ જસ્ટિસ એન્ડ પીસ નામની સંસ્થાનાં વડા છે ત્યારે આરોપીએ ઝાકીયા જાફરીની મુલાકાત  આરબી શ્રીકુમાર સાથે કરાવી હતી.અને તેને ફરિયાદ કરવા તૈયાર કરી હતી.જોકે તિસ્તા સેતલવાડ મીડિયા સમક્ષ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી કોર્ટમાં મારી વાત કહીશ તેવુ જણાવી રહ્યા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની સધન પુછપરછ શરૂ કરી છે. અને જે લોકો આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેઓની પણ ધરપકડ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ગુનામાં આગામી દિવસોમાં કેવા ખુલાસાઓ સામે આવે છે.

Tags :
GujaratFirstproducedincourtRBSrikumarTeestaSetalvad
Next Article