તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રી કુમાર જેલ હવાલે
ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને હોદ્દાનો દુરુપયોગ કરવા તેમજ સરકારને બદનામ કરવા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રી કુમાર તેમજ સંજીવ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં તિસ્તા સેતલવાડને ગુજરાત ats અને ક્રાઇમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન દ્વારા મુંબઈ થી અમદાવાદ લાવવામાં આવ્યા હતા.તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને કોર્ટમાં હાજર કર્યા હતા. જેમાં કોર્ટે દ્વારા 6 દિવ
ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને હોદ્દાનો દુરુપયોગ કરવા તેમજ સરકારને બદનામ કરવા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રી કુમાર તેમજ સંજીવ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં તિસ્તા સેતલવાડને ગુજરાત ats અને ક્રાઇમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન દ્વારા મુંબઈ થી અમદાવાદ લાવવામાં આવ્યા હતા.તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને કોર્ટમાં હાજર કર્યા હતા. જેમાં કોર્ટે દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આજે શનિવારે તિસ્તાના રિમાન્ડ પૂર્ણ થયે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં તિસ્તા એ જણાવ્યું હતું કે 7 દિવસમાં પોલીસ અધિકારીઓએ ટાઈમ વેસ્ટ કર્યો છે. 6-6 પોલીસ અધિકારીઓ મારી પૂછપરછ કરતાં હતાં. 7 દિવસમાં ફક્ત 6 થી 7 કલાક જ પૂછપરછ થઈ છે. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માગણી નહીં કરવામાં આવતા તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં તિસ્તા તેમજ આર.બી.શ્રીકુમાર તરફથી જામીન અરજી કરવામાં આવશે. તો બીજી તરફ તિસ્તાનાં વકીલ દ્વારા તિસ્તાની સલામતી- સુરક્ષા આપવા અરજી આપવામાં આવી છે અને જેલમાં તિસ્તાને રમખાણ કેસના આરોપોથી દૂર રાખવા આવે તેમજ પાકા કામની મહિલા કેદીઓથી પણ દુર રખાય તેવી માંગણી કરવામાં આવી છે.
તિસ્તાને પરત લઈ જતા સમયે તિસ્તાએ "સત્ય મેવ જયતે" નાં નારા લગાવ્યા હતા તો આર.બી.શ્રીકુમારે પણ ગાડીમાં બેસતા પહેલા વિક્ટરીની સાઈન આપી હતી.
અગાઉ તિસ્તા સેતલવાડને 26 જુનના રોજ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ સમક્ષ પોલીસે તિસ્તા સેતલવાડના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે તિસ્તાએ તપાસમાં સહકાર આપવાનું કહી જામીનની માંગણી કરી હતી. અંતે કોર્ટે 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPC કલમો 468, 471, 194,211,218, અને 120B હેઠળ કેસ નોંધ્યા છે. તિસ્તા સેતલવાડની મુંબઈથી અને આર.બી.શ્રીકુમારની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં રજુ કર્યા હતા.
તેમના પર આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે. આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આજે રીમાંડ પુર્ણ થતા તીસ્તા અને આરબી શ્રીકુમારને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
Advertisement