Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરે ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા શિક્ષકની ધરપકડ

ઘરે ટ્યુશન માટે આવતી વિધ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરનાર હવસખોર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું છે પણ સાથે ભોગ બનનાર વિદ્યાર્થિનીઓ વધારે હોવાનું પોલીસ માની રહી છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.ઘરે ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીઓની છેડતીસરખેજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આવેલો આલોકકુમાર સિંઘ જે વ્યવસાયે શિક્ષ
ઘરે ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા શિક્ષકની ધરપકડ
ઘરે ટ્યુશન માટે આવતી વિધ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરનાર હવસખોર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું છે પણ સાથે ભોગ બનનાર વિદ્યાર્થિનીઓ વધારે હોવાનું પોલીસ માની રહી છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘરે ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીઓની છેડતી
સરખેજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આવેલો આલોકકુમાર સિંઘ જે વ્યવસાયે શિક્ષક છે પણ વિદ્યાર્થીનીઓને શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ તે વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરી છેડતી કરવાનું કામ કરતો હતો.
આરોપી એક હાઇપ્રોફાઇલ ટાઉનશીપમાં રહે છે. જ્યાં તે વર્ષ 2018થી ઘરેથી જ ટ્યુશન ચલાવે છે. જેના ત્યાં હાઇપ્રોફાઇલ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ પણ ટ્યુશન માટે આવતી હતી. જેને ભણાવવાની સાથે સાથે આ શિક્ષક ન કરવાનું કામ કરતો હતો.
પોલીસ ફરિયાદ થઈ
આશરે 40 વર્ષની ઉમરનો આ શિક્ષક તેની દીકરીની ઉમરની વિદ્યાર્થીનીઓને અડપલા કરતો અને શારિરીક છેડતી પણ કરતો. જે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
રિમાન્ડ મેળવી વધુ તપાસ થશે
આરોપીએ અત્યારસુધી જે વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની અશ્લીલ હરકત કરી તે બંને વિદ્યાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી તેઓએ તેમના વાલીઓને આ હકીકત જણાવી હતી બાદમાં બંને વિદ્યાર્થીનીઓના પરિવાર વચ્ચે વાત થયા બાદ ફરિયાદ નોંધાઇ. વધુ કોઇ વિદ્યાર્થીનીઓ આ શિક્ષકની હવસનો ભોગ ન બને એ માટે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ દાખલો બેસાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી ત્યારે હાલ સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
અત્યારે ભોગ બનેલી બે વિદ્યાર્થીનીઓ સામે આવી છે પણ આ લંપટ શિક્ષકે વધુ કોઇ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની હરકત કરી છે કે કેમ તે બાબતને લઇને પણ તપાસ શરૂ કરી છે સાથે જ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થીનીને રવિવારે એકલી બોલાવતો અને બાદમાં છેડતી કરતો. આ તમામ આરોપ બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.