Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના કમિશ્નરના ડ્રાફ્ટ બજેટમાં કરવેરામાં વધારો, વિપક્ષ દ્વારા કરાયો વિરોધ

અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા વાર્ષિક 2023-24 ડ્રાફ્ટ બજેટમાં કરવેરા અને અન્ય જે ટેક્સ પર વધારો કરવામાં આવ્યો હતો. તેને લઈને કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદન આપતા જણાવ્યું હતું કે, આ ટેક્સ પરત લેવામાં આવે નહિ તો આંદોલનની કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2023_24નો વાર્ષિક ડ્રાફ્ટ બજેટ 8400 કરોડ રાખવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વેરામાં પણ જંગી વધારો à
05:19 PM Feb 01, 2023 IST | Vipul Pandya
અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા વાર્ષિક 2023-24 ડ્રાફ્ટ બજેટમાં કરવેરા અને અન્ય જે ટેક્સ પર વધારો કરવામાં આવ્યો હતો. તેને લઈને કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદન આપતા જણાવ્યું હતું કે, આ ટેક્સ પરત લેવામાં આવે નહિ તો આંદોલનની કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2023_24નો વાર્ષિક ડ્રાફ્ટ બજેટ 8400 કરોડ રાખવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વેરામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરી અમદાવાદ શહેરના મેયરને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાઉન્સિલર,પૂર્વ ધારાસભ્ય, હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત
પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હંમેશા જનતા ઉપર ટેક્સ નું ભારણ નાખવામાં આવે જ છે. જ્યારે આજે મોંઘવારીને મારથી ત્રસ્ત છે. કોરોના મહામારી વખતે પણ અનેક લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ હતી. આજ અનેક યુવાનો બેરોજગાર છે. ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. આજ બેરોજગારી, બેકારી અને મોંઘવારીનો બોઝ હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતા ઉપર વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે.
જનતા તમામ વસ્તુ ઉપર ટેક્સ આપે છે
વધુમાં જણાવ્યું હતું કે સરકાર આજ તમામ વસ્તુ ઉપર ટેક્સ લઈ રહી છે. હાલમાં કોઈપણ વ્યક્તિ નાનામાં નાની વસ્તુ લેવા જાય છે તે સમયે ટેક્સ આપે છે તો પછી આ વધારાનો કરવેરો શા માટે નાખવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ ખરાબ છે તો એનું ભારણ શુ જનતા પર નાખવું યોગ્ય છે.
આમ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મેયર કિરીટ પરમાર એ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષ તરીકે જીવંત છે તેવું વિરોધ કરી ને દર્શાવી રહી છે..અને સાથે વધુ જણાવતા કહ્યું છે કે આ બજેટ ડ્રાફ્ટ બજેટ છે અમે 192 કોર્પોરેટર સાથે બેઠક કરી બાદમાં સ્ટન્ડીંગ માં રજુ કરી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - સફાઈ કામદારોએ U20માં આવનાર મહેમાનો સામે કચરો ફેંકી વિરોધ કરવાની આપી ચિમકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMCCommissionerdraftbudgetGujaratFirstઅમદાવાદ
Next Article