Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMCના ઓનલાઇન સિસ્ટમ સાથે ચેડાં, 2 કરોડથી વધુની પહોંચ બનાવવામાં આવી, જાણો પૂરી વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા ચૅકિંગ દરમિયાન આ બિન-અધિક્ત ટ્રાન્ઝેક્શન પૈકી કોર્પોરેશનના એક કર્મચારી ઉષાબેન પટેલના ખાતામાંથી 281 તથા અન્ય એક કર્મચારી હીનાબેન ઠક્કરના પાસવર્ડથી 12 ટ્રાન્જેક્શન થયેલા હતા. આ 293 ટ્રાન્જેક્શન કુલ 2.39 કરોડના થયા હતા. સદર કર્મચારી આ સમય દરમિયાન રજા ઉપર હતા. જે ધ્યાને લેતા આ તમામ ટ્રાન્ઝેક્શન બિન અધિકૃત રીતે થયેલા છે. આ બાબત અંગે અ.મ્યુ. àª
amcના ઓનલાઇન સિસ્ટમ સાથે ચેડાં  2 કરોડથી વધુની પહોંચ બનાવવામાં આવી  જાણો પૂરી વિગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા ચૅકિંગ દરમિયાન આ બિન-અધિક્ત ટ્રાન્ઝેક્શન પૈકી કોર્પોરેશનના એક કર્મચારી ઉષાબેન પટેલના ખાતામાંથી 281 તથા અન્ય એક કર્મચારી હીનાબેન ઠક્કરના પાસવર્ડથી 12 ટ્રાન્જેક્શન થયેલા હતા. આ 293 ટ્રાન્જેક્શન કુલ 2.39 કરોડના થયા હતા. સદર કર્મચારી આ સમય દરમિયાન રજા ઉપર હતા. જે ધ્યાને લેતા આ તમામ ટ્રાન્ઝેક્શન બિન અધિકૃત રીતે થયેલા છે. 
આ બાબત અંગે અ.મ્યુ. કોર્પો દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલી હતી. જે અંતર્ગત ટેક્ષ ખાતાના ઇન્સ્પેક્ટર દ્વારા આ તમામ 293 મિલકતના માલિકો પાસેથી પૈસા ભરવાની પહોંચો મેળવવા પ્રયત્ન કરવામાં આવેલા પરંતુ કોઈપણ કરદાતાઓ દ્વારા પહોંચ અથવા પેમેન્ટ અંગે કોઇ પુરાવા રજૂ કરવામાં આવેલા નથી. જેથી આ તમામ ટ્રાન્ઝેક્શન બિન-અધિકૃત રીતે થયેલા છે. તેવું AMCને માલુમ પડયું હતું. AMCની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે,  ખોખરા સિવિક સેન્ટર ઉપરથી અમુક ટ્રાન્ઝેક્શન થયેલા છે. આ પ્રકરણ થયા બાદ AMCના ઇ-ગર્વનન્સ ખાતા દ્વારા કોર્પોરેશનના તમામ કર્મચારીઓ માટે One Time Password (OTP)  અપનાવવામાં આવેલ છે. ઉપરોક્ત હકીકત ધ્યાને લેતા AMCના સિસ્ટમ સાથે બિન-અધિકૃત રીતે ચેડા કરવા બદલ અજાણ્યા વ્યક્તિની સામે ઇ-ગવર્નન્સ ખાતાના મેનેજર દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ઈ-ગર્વનન્સ ખાતા દ્વારા અગાઉ-Swipe મરીન સિટિસિવીક સેન્ટરમાં મુકવામાં આવેલું. આ સ્વાઇપ મશીન ઉપર પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ તથા અન્ય પ્રકારના ફી તથા પેમેન્ટ લેવામાં આવે છે. કરદાતા M- Swipe મશીનથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ મારફે પેમેન્ટ કરી શકે છે. તમામ ટ્રાન્ઝેક્શન થયા બાદ દિવસના અંતે જે - તે ઝોનલ કેશિયર દ્વારા રિપોર્ટ કાઢવામાં આવે છે અને આવેલી રકમ બેંકમાં જમા કરાવવામાં આવે છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સોફ્ટવેર સિસ્ટમ હાલમાં TCS કંપની દ્વારા ચલાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેઇન સર્વરે તથા તમામ મોડ્યુલ તથા તેની સિક્યુરીટીની જવાબદારી પણ TCS કંપનીની છે. આ બાબતે AMC દ્વારા તેઓની સાથે કરાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ ખાતા, ICICI બેંક તથા Airan Ltd વચ્ચે Tripartite agreement થયેલું છે. જે અંતર્ગત ICICI બેંકે મ્યુ. કોર્પો. સિવિક સેન્ટર પર મેન પાવર તથા પબ્લિક રિલેશન ઓફિસર (PRO) ઉપલબ્ધ કરશે. અને Niran Ltd કંપની ICICI બેંકને મેંન પાવર ઉપલબ્ધ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.