ઠંડીમાં સ્વાઈન ફલૂ એ ઉચક્યું માથું, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાથી લોકોને રાહત
અમદાવાદ શહેર માં રોગચાળાના 23 દિવસના આંકડા ક્યાંય રાહત વાળા છે તો ક્યાંક ઠંડી વચ્ચે પણ રોગચાળો બેકાબુ છે. જાન્યુઆરી મહિનાના 21 દિવસમાં જ ટાઈફોડ, કમળો અને ઝાડા ઉલટીના કેસ નહિવત્ પ્રમાણમાં જોવા મળતા અમદાવાદ કોર્પોરેશન અધિકારી રાહત અનુભવી છે.આરોગ્ય અધિકારી ભાવિન ભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર જેવા વિસ્તારમાં મચ્છરજન્ય કેસની સાથ
અમદાવાદ શહેર માં રોગચાળાના 23 દિવસના આંકડા ક્યાંય રાહત વાળા છે તો ક્યાંક ઠંડી વચ્ચે પણ રોગચાળો બેકાબુ છે. જાન્યુઆરી મહિનાના 21 દિવસમાં જ ટાઈફોડ, કમળો અને ઝાડા ઉલટીના કેસ નહિવત્ પ્રમાણમાં જોવા મળતા અમદાવાદ કોર્પોરેશન અધિકારી રાહત અનુભવી છે.
આરોગ્ય અધિકારી ભાવિન ભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર જેવા વિસ્તારમાં મચ્છરજન્ય કેસની સાથે પાણીજન્ય કેસો જોવા મળી રહ્યા છે. જાન્યુઆરી માસના 21 દિવસમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના 221 કેસ, કમળાના 108, ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 10420 પાણીનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 23 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 56162 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
જાન્યુઆરી માસમાં સૌથી વધુ ડેંગ્યૂના કેસ
શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. જાન્યુઆરી માસમાં 21 દિવસમાં સાદા મેલેરિયાના 11 કેસ, ઝેરી મેલેરીયાના 01 કેસ, ડેન્ગ્યુના 24 કેસ, ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે.જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 42,878 જેટલા લોહીના સેમ્પલ તેમજ 1653 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ડ્રેનેજન સિસ્ટમની કામગીરી ચાલુ
આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં અને પાણીજન્ય કેસમાં ક્રમશઃ છેલ્લા બે મહિનાથી ઘટાડવા જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ પાણીજન્ય અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જેમાં લાંભા, વટવા, દાણીલીમડા અને રખિયાલ વોર્ડની અંદર પાણીજન્ય રોગચાળો વધારે જોવા મળી રહ્યો છે. જેમાં છ વિસ્તારમાં પાણી ના નમૂના લેવામાં આવેલા છે. તે વિસ્તારમાં પાણીના ડ્રેનેજ સિસ્ટમને કામગીરી પાણીની પાઇપ ચેન્જ કરવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળો જાન્યુઆરી માસમાં ઓછો જોવા મળતા રાહત અનુભવી રહ્યા છે સાથે કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવી રહ્યા છે. સાથે જ ઠંડી વધતા સ્વાઈન ફલૂ ના કેસ માં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. 23 દિવસ ની અંદર જ 12 કેસ નોંધાયા છે. હવે ઠંડી વધતા સ્વાઈન ફલૂ પણ માથું ઉંચકી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement