Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સફળતા એ તમામ નિષ્ફળતાઓનો સરવાળો અને ગુણાકાર છે

ગુજરાત યુનિવર્સિટીમાં બી. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજન્સ દ્વારા “BKBI  MAGAZINE” લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. B.K.B.I. MAGAZINE લોકાર્પણ સાથે સાથે વ્યક્તિત્વ વિકાસનું એક સુંદર મજાનું વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાન અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે  સંદેશના એક્ઝિક્યુટિવ એડિટર અને જાણીતા લેખક કૃષ્ણકાંત ઉનડકટ અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ એ
સફળતા એ તમામ નિષ્ફળતાઓનો સરવાળો અને ગુણાકાર છે
Advertisement
ગુજરાત યુનિવર્સિટીમાં બી. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજન્સ દ્વારા “BKBI  MAGAZINE” લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. B.K.B.I. MAGAZINE લોકાર્પણ સાથે સાથે વ્યક્તિત્વ વિકાસનું એક સુંદર મજાનું વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાન અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે  સંદેશના એક્ઝિક્યુટિવ એડિટર અને જાણીતા લેખક કૃષ્ણકાંત ઉનડકટ અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ એડિટર જ્યોતિ ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડાં ડૉ.મમતા બ્રહ્મભટ્ટે બંને અતિથિઓનું ઉષ્માભર્યુ અભિવાદન કર્યું હતું. તેમણે પોતાની વાત કરતાં કહ્યું કે, બહુ ઓછા લેખકો જેવું લખે છે એવું જીવતાં હોય છે આ યુગલ એવું છે જેવું લખે છે એવું જીવે છે અને જેવું જીવે છે એવું જ લખે છે. 
ડૉ.મમતાબેન બ્રહ્મભટ્ટની સાથે આ યુગલે “B.K.B.I. MAGAZINE” નું લોકાર્પણ કર્યું હતું.
સેંકડો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા આ યુગલે જિંદગી, સ્પર્ધા, માનવીય  અભિગમ, સ્વતંત્રતા, ડિપ્રેશન, નેગેટીવિટી, આજની પેઢી અને એમને અનુભવવા પડતા પ્રશ્નો અને તેના ઉકેલ વિશે વાતો માંડી હતી. 
આખરમાં વિદ્યાર્થીઓ સાથે સૌથી રસપ્રદ એવું સવાલ જવાબનું સેશન પણ યોજાયું હતું.   સાથે સાથે ડૉ. મમતા બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને જીંદગી વચ્ચે કઈ રીતે સમતોલન રાખવું એ બાબતે સુપેરે સમજ આપી હતી.  
ગુજરાત ફર્સ્ટના ડિજિટલ એડિટર જ્યોતિ ઉનડકટે કહ્યું કે, તમે આત્મવિશ્વાસ કેળવી પોતાના પર ભરોસો રાખો. સફળતા એ તમામ નિષ્ફળતાઓનો સરવાળો અને ગુણાકાર છે. એટલે જ સફળ થાવ ત્યારે સફળતાને માથે ન ચડાવો અને નિષ્ફળતાને કદી હ્રદયમાં ન રાખો. મનમાં કોઈ વાત સંઘરી ન રાખો જે મનને મૂંઝવતું હોય એ નજીકની વ્યક્તિને કહીને હળવા થઈ જાવ. 
કૃષ્ણકાંત ઉનડકટે જીવનમાં આવતી નિષ્ફળતા અને જીંદગી કેવી રીતે માણવી જોઈએ તે વિશે અનેક દાખલા ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ જીવનના અણમોલ પાસાંની ઉંડાણપૂર્વક માહિતી પીરસી આ પત્રકાર યુગલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. 
કાર્યક્રમ ના અંતે ડૉ. મમતા બ્રહ્મભટ્ટે ગુજરાત યુનિવર્સિટિના વાઇસ ચાન્સેલર  ડૉ. હિમાંશુભાઈ પંડ્યા અને રજીસ્ટાર  ડૉ.પી.એમ.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
Tags :
Advertisement

.

×