Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાણંદમા સબ રજીસ્ટ્રાર 11 લાખની લાંચ લેતા પકડાયા

સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર 11 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. નોંધણી કરેલા દસ્તાવેજો છોડવા માટે તેણે લાંચ માગી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખ્યું હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને સબ  રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલે એ નોંધણી કરી છોડી આપ્યા હતા અને એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપ્યો ન હતો. જેથી ફરિયાદી તેઓના બાકી રહેલ àª
સાણંદમા સબ રજીસ્ટ્રાર 11 લાખની લાંચ લેતા પકડાયા
સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર 11 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. નોંધણી કરેલા દસ્તાવેજો છોડવા માટે તેણે લાંચ માગી હતી.
Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખ્યું હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને સબ  રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલે એ નોંધણી કરી છોડી આપ્યા હતા અને એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપ્યો ન હતો. જેથી ફરિયાદી તેઓના બાકી રહેલ દસ્તાવેજ મેળવવા સારૂ આરોપી સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર પટેલને  મળતા જીતેન્દ્ર પટેલે  અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા અત્યારના એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે  ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂ.18 લાખની લાંચની માગણી કરી હતી.
રકજકના અંતે રૂ.11 લાખ આપવાનું નક્કી થયેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ACB એ  લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને લાંચના છટકામાં  આરોપી સબ રજીસ્ટ્રાર ના  કહેવાથી ખાનગી વ્યક્તિ લાંચના નાણાં રૂ 11 લાખ સ્વીકારી પકડાઈ ગયા હતા.. બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
Tags :
Advertisement

.