Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરમગામમાં 'મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ'નું લોકાર્પણ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં 'મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરાએ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16 AIMS કાર્યરત કરવામાં આવનાર છે. તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. હાલમાં દેશભરમà
વિરમગામમાં  મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ નું લોકાર્પણ

Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં 'મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરાએ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16 AIMS કાર્યરત કરવામાં આવનાર છે. તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

Advertisement

હાલમાં દેશભરમાં દોઢ લાખ હેલ્થ વેલનેસ સેન્ટર કાર્યરત કરીને એક જ છત નીચે આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપથીના ત્રિવેણી સંગમ સાથેની સારવાર જરૂરિયાત મંદોને પૂરી પાડવાની દિશામાં કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ હોવાનું મંત્રીએ કહ્યું હતું. ડી-બાટના નિયમને દૂર કરીને કેન્દ્ર સરકારે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરના સ્વપ્ન સેવતા અગણ્ય યુવાનો માટે નવા માર્ગ ચિંધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

રાજ્ય આરોગ્ય મંત્રી  નિમિષાબેન સુથારે મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ,  સેવાઓ અને યોજનાકીય લાભો વિશે લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી ડાયાલિસિસની સેવા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનારા હેલ્થ વર્કરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય - મા યોજના અંતર્ગત ગ્રીન કોરિડોર અને કેસ પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, હોસ્પિટલમાં સર્જિકલ, ગાયનેક, ઓર્થોપેડિક, આંખ આમ કુલ ચાર ઓપરેશન થીયેટર દર્દીઓની  સેવામાં કાર્યરત કરવામાં આવ્યા છે.આ હોસ્પિટલમાં ટી.બી.ની સારવાર માટે ટી.બી. ડોટ સેન્ટર, HIV, STD કાઉન્સિલર સેન્ટર કાર્યરત કર્યા છે.


આ લોકાર્પણ પ્રસંગે કલેક્ટર  સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ,  પ્રભારી અમદાવાદ જીલ્લા ભાજપ વર્ષાબેન દોશી, પ્રમુખ અમદાવાદ જીલ્લા ભાજપ હર્ષદગીરી ગોસાઈ, પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, અધિક નિયામક ડો એચ કે ભાવસાર, આઇકેડી ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રા સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Tags :
Advertisement

.