Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષની ઉજવણીમાં રાજ્યભરમાં પીધેલાઓ સામે કડક કાર્યવાહી, પોલીસનું ઠેર ઠેર ચેકીંગ

31મી ડિસેમ્બરની ઉજવણી બાદ પોલીસ મથકે નોંધાયા કેસઅમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો સામે કાર્યવાહીસૌથી વધુ પ્રોહિબિશનના કેસ સરદારનગરમાં નોંધાયાસરદારનગર પોલીસ મથકે નોંધાયા 40 કેસઉજવણી બાદ સોલા પોલીસ મથકે નોંધાયા 22 કેસશાહીબાગ પોલીસ મથકે નોંધાયા 19 કેસઘાટલોડિયામાં 5, વસ્ત્રાપુરમાં 7, વાસણામાં 8 કેસએલિસબ્રિજમાં 7, વેજલપુર-પાલડીમાં 1-1 કેસહવેલીમાં 7,સાબમરતીમાં 7, માધવપુરામાં 6 કેસ31મી ડિસેમà«
01:40 AM Jan 01, 2023 IST | Vipul Pandya
  • 31મી ડિસેમ્બરની ઉજવણી બાદ પોલીસ મથકે નોંધાયા કેસ
  • અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો સામે કાર્યવાહી
  • સૌથી વધુ પ્રોહિબિશનના કેસ સરદારનગરમાં નોંધાયા
  • સરદારનગર પોલીસ મથકે નોંધાયા 40 કેસ
  • ઉજવણી બાદ સોલા પોલીસ મથકે નોંધાયા 22 કેસ
  • શાહીબાગ પોલીસ મથકે નોંધાયા 19 કેસ
  • ઘાટલોડિયામાં 5, વસ્ત્રાપુરમાં 7, વાસણામાં 8 કેસ
  • એલિસબ્રિજમાં 7, વેજલપુર-પાલડીમાં 1-1 કેસ
  • હવેલીમાં 7,સાબમરતીમાં 7, માધવપુરામાં 6 કેસ
31મી ડિસેમ્બરે મધરાતે ગુજરાતના નાના મોટા શહેરોમાં લોકોએ નવા વર્ષની ભવ્ય ઉજવણી (New Year Celebrations) કરી હતી. રાતના બરાબર 12ના ટકોરે લોકોએ ફટાકડા ફોડી તથા આતશબાજી કરીને નવા વર્ષના વધામણા કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોમાં નવા વર્ષની પાર્ટીઓનું પણ આયોજન કરાયું હતું. આ સમયે પોલીસે (Police) પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે ઠેર ઠેર સઘન ચેકિંગ કરીને નશો કરીને ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં મધરાતે સૌથી વધુ 40 પ્રોહિબીશનના કેસ સરદાર નગર પોલીસ મથકે નોંધાયા હતા. 

નવા વર્ષની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ નાની મોટી રેસ્ટોરન્ટો અને હોટેલો તથા ખાનગી પાર્ટી પ્લોટોમાં નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીના આયોજન કરાયા હતા. સોસાયટી અને એપાર્ટમેન્ટો ખાતે પણ કોમન પ્લોટ ખાતે લોકોએ ભેગા થઇને નવા વર્ષની ઉજવણી કરી હતી. ઠેર ઠેર ડીજેના તાલે લોકો રાત ભર ઝુમ્યા હતા. મોટા શહેરોમાં તો લગભગ આખી રાત શહેરીજનો રસ્તા પર જોવા મળ્યા હતા.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને નગરોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખાસ કરીને રાત્રીના સમયે ટ્રાફિક જામ ના થાય તે માટે પણ પોલીસે ભારે કવાયત કરી હતી. રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 
અમદાવાદમાં પીધેલા સામે કડક કાર્યવાહી
પોલીસે 31મી ડિસેમ્બરે સાંજથી જ સઘન ચેકીંગ શરુ કરી દીધું હતું અને નશો કરીને ફરી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે બ્રેથ એનલાઇઝરથી દારુનો નશો કરીને ફરી રહેલા તત્વોને પકડ્યા હતા. અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ પ્રોહિબિશનના કેસ સરદારનગરમાં નોંધાયા હતા. સરદારનગર પોલીસ મથકે પીધેલાના 40  40 કેસ નોંધાયા હતા. જ્યારે સોલા પોલીસ મથકે 22 કેસ,  શાહીબાગ પોલીસ મથકે 19 કેસ ,ઘાટલોડિયામાં 5, વસ્ત્રાપુરમાં 7, વાસણામાં 8 કેસ, એલિસબ્રિજમાં 7, વેજલપુર-પાલડીમાં 1-1 કેસ, હવેલીમાં 7,સાબમરતીમાં 7, માધવપુરામાં 6 કેસ નોંધાયા હતા. 
અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ પીધેલાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો--ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2023નો સૂર્યોદય, વિશ્વભરમાં ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstNewYearCelebrationspolicePoliceChecking
Next Article