Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાના BF7 વેરિયન્ટ મામલે રાજ્ય સરકારે કરી આ સ્પષ્ટતા, BF7 વેરિયન્ટનો હાલ એક પણ કેસ નથી

સમગ્ર દેશ અને વિશ્વમાં ફરી એક વખત કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે BF7 વેરિયન્ટના કેસ ગુજરાતમાં મળ્યા હોવાની વાત મામલે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે, 12 નવેમ્બરના રોજ વડોદરામાં જે દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હતો તે દર્દી હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.BF7 વેરિયન્ટનો એકપણ કેસ નહીગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ  એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા àª
કોરોનાના bf7 વેરિયન્ટ મામલે રાજ્ય સરકારે કરી આ સ્પષ્ટતા  bf7 વેરિયન્ટનો હાલ એક પણ કેસ નથી
સમગ્ર દેશ અને વિશ્વમાં ફરી એક વખત કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે BF7 વેરિયન્ટના કેસ ગુજરાતમાં મળ્યા હોવાની વાત મામલે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે, 12 નવેમ્બરના રોજ વડોદરામાં જે દર્દી કોરોના પોઝિટિવ આવ્યો હતો તે દર્દી હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.
BF7 વેરિયન્ટનો એકપણ કેસ નહી
ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ  એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા.
અમદાવાદ
અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
અન્ય એક દર્દી અમદાવાદના 57વર્ષીય પુરુષ દર્દીને ૧૧મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો ૨૦મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ. 
વડોદરા
વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ, .જેનો રીપોર્ટ ૧૯ નવેમ્બરના રોજ પોઝીટીવ જણાઇ આવ્યો હતો.આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ.
આમ ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રીપોર્ટ પણ પોઝીટીવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.જેથી લોકોએ ગબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ.
જુલાઈ-ઓક્ટોબર-નવેમ્બરમાં મળી વેરિયન્ટ મળી આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે અમેરિકાથી આવેલ 61 વર્ષીય મહિલા માં BF7 વેરિયન્ટ મળી આવ્યો હતો. વડોદરાના સુભાનપુરમાં 11 નવેમ્બરે  મહિલા અમેરિકાથી આવી હતી. જેના સેમ્પલ જીનમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા બાદમાં મહિલાને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે કે, હાલ આ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે તેમજ જુલાઈ ઓક્ટોબર અને નવેમ્બરમાં BF7 મળી આવેલા દર્દીઓ પણ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
તંત્ર એલર્ટ છે
ચીન, અમેરિકા, જાપાન, કોરિયા અને બ્રાઝિલમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વેરિયન્ટ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બેઠક બોલાવે તેમજ તમામ તૈયારીઓ શરૂ કરવા પણ સૂચના આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોના ના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.