Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં મૂશળધાર વરસાદના કારણે આટલું નુક્સાન, જાણો કઈ જગ્યાએ કેવી આફત સર્જાઈ..

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘો મૂશળધાર બન્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.અમદાવાદમાં પડયો ધોધમાર વરસાદ કેટલાક અંડરપાસ પાણી ભરાતા કરાયા હતા બંધઅખબાર નગર, મોટી વણજાર, અંડરપાસમાં ભરાયા હતા પાણીનીચાણવાળા વિસ્તારો પણ થયા હતા પાણી પાણીઅમદાવાદમાં ફરી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથà
02:23 PM Jul 14, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘો મૂશળધાર બન્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
  • અમદાવાદમાં પડયો ધોધમાર વરસાદ 
  • કેટલાક અંડરપાસ પાણી ભરાતા કરાયા હતા બંધ
  • અખબાર નગર, મોટી વણજાર, અંડરપાસમાં ભરાયા હતા પાણી
  • નીચાણવાળા વિસ્તારો પણ થયા હતા પાણી પાણી
અમદાવાદમાં ફરી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આવો જણાવીએ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદના દ્રશ્યો સર્જાયા હતા..
  • વાડજ અને ઉસ્માનપુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો. 
  • તો વેજલપુર જીવરાજ તરફ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. 
  • જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 
  • તેમજ જીવરાજ, શ્યામલ, પાલડીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
ધોધમાર વરસાદમાં વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદીઓમાં ફરી ડર પેસી ગયો છે કે ક્યાંક રવિવાર જેવો વરસાદ ન પડે. અમદાવાદ શહેરમાં મેઘરાજાની વધુ એક અતિ તોફાની બેટિંગ જોવા મળી. પશ્ચિમ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો..
  • ગોતા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. 
  • પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો  હતો. 
  • અમદાવાદમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ત્યારે ઓગણજ વિસ્તારમાં દશેશ્વર ફાર્મ પાછળ આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ પડવાની ઘટના બની છે.
  • ઓગણજ એસપી રિંગ રોડ તરફની દિવાલ ધસી પડી હતી. જેમાં કામ કરતા પાંચ મજૂરો નીચે દટાયા હતા. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દટાયેલા પાંચેય મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. 

અમદાવાદમાં ફરી જાણે વરસાદ આફત બનીને વરસ્યો હતો.

Tags :
GujaratFirst
Next Article