Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેઘાણીનગરમાં હચમચાવી દેતી ઘટના, સારસંભાળ રાખતી મહિલાએ દાગીના માટે વૃદ્ધાને જીવતી સળગાવી

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક 80 વર્ષીય વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાની સાર સંભાળ રાખવા માટે 60 વર્ષીય રંજનબા નામની મહિલાને પરિવારજનોએ કામે રાખી હતી. અવારનવાર રંજનબા વૃદ્ધા પાસે પૈસા લેતી હતી પરંતુ પરત ચૂકવતી નહોતી. આ દરમિયાન 60 વર્ષીય રંજનબા નામની વૃદ્ધાએ એક દિવસ બપોરે ઘરે આવી 80 વર્ષીય વૃદ્ધાનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપી વૃદ્ધાએ પહેલા વ
મેઘાણીનગરમાં હચમચાવી દેતી ઘટના  સારસંભાળ રાખતી મહિલાએ દાગીના માટે વૃદ્ધાને જીવતી સળગાવી
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક 80 વર્ષીય વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાની સાર સંભાળ રાખવા માટે 60 વર્ષીય રંજનબા નામની મહિલાને પરિવારજનોએ કામે રાખી હતી. અવારનવાર રંજનબા વૃદ્ધા પાસે પૈસા લેતી હતી પરંતુ પરત ચૂકવતી નહોતી. આ દરમિયાન 60 વર્ષીય રંજનબા નામની વૃદ્ધાએ એક દિવસ બપોરે ઘરે આવી 80 વર્ષીય વૃદ્ધાનું ઢીમ ઢાળી દીધું હતું. આરોપી વૃદ્ધાએ પહેલા વૃદ્ધાને જમીન ઉપર પાડી બાદમાં આગ ચાપી દીધી હતી અને હાથમાં પહેરેલી 50, 000 ની બે બંગડીઓ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. 
સળગેલી હાલતમાં વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તે દરમિયાન વૃદ્ધાએ અંતિમ શબ્દોમાં રંજનબા તેમની બંગડી લઈ ગયા છે તેવું પરિવારજનોને કહેતા રંજનબાની પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ આ બાબત સ્વીકારી નહોતી. પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા બપોરના સુમારે રંજનબાની શંકાસ્પદ ગતિવિધિઓ નજર આવતા સમગ્ર હત્યાનો મામલો સામે આવતા પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગરમાં રહેતા 51 વર્ષીય સુરેન્દ્રસિંહ જાડેજા પાલડી વિસ્તારમાં ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. તેઓ ચાર ભાઈઓ છે જેમાં સૌથી મોટા મહેન્દ્રસિંહ જાડેજા તેમના પરિવાર સાથે થલતેજ રહે છે બીજા નંબરે કિરીટસિંહ જાડેજા કે જેઓનું વર્ષ 2011માં અવસાન થયું હતું જ્યારે ત્રીજા નંબરે દિલીપસિંહ જાડેજા છે જેમને પેરાલીસીસ હોવાથી તેમના પત્ની અને સંતાનો સાથે સુરેન્દ્રસિંહના મકાનમાં ઉપરના ભાગે રહે છે. સુરેન્દ્રસિંહના 80 વર્ષીય માતા લીલાબા સુરેન્દ્રસિંહના ભાભી સાથે સુરેન્દ્રસિંહના મકાનની પાછળના ભાગે રહે છે. સુરેન્દ્રસિંહના ભાભીને પેરાલીસીસ હોવાથી પોતાનું કામકાજ જાતે કરી શકતા નહોતા અને તેઓની માતા પણ વયોવૃદ્ધ હોવાથી પોતાનું કામ જાતે કરી શકતા ન હોવાથી સાર સંભાળ રાખવા રંજનબા પરમાર નામની 60 વર્ષીય વૃદ્ધાને તેઓએ રાખી હતી.
 રંજનબા પરમાર ચારેક વર્ષથી તેઓના ઘરે કામ કરવા માટે આવતી અને સવારથી સાંજ સુધી રોકાતી હતી. ગત ૨૮ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રસિંહ તેમની ઓફિસે ગયા હતા અને સાંજે પરત આવ્યા હતા. સાંજના સમયે તેઓના ભાભી જમવા આપવા માટે માતાના ઘરે ગયા હતા ત્યારે ત્યાં જઈને જોયું તો તેઓની માતા સ્ટોર રૂમમાં પડ્યા હતા અને શરીરમાંથી ધુમાડા નીકળતા હતા. સુરેન્દ્રસિંહએ સ્ટોર રૂમમાં જઈને જોયું તો તેમની વૃદ્ધ માતાનું માથું અંદરની તરફ અને પગ દરવાજા તરફ પડેલ હતા અને તેમનું શરીર દાઝી ગયું હતું અને તેમાંથી ધુમાડા નીકળતા હતા. માતાને અર્ધ બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટરે પૂછપરછ કરતા દિવાબત્તી કરતા સળગી ગયા હોવાનું પરિવારજનોએ જણાવી દીધું હતું.
સારવાર દરમિયાન ઘરના સભ્યો હાજર હતા ત્યારે વૃદ્ધ માતાએ પરિવારજનોને ઈશારો કરી નજીક બોલાવ્યા હતા અને કહ્યું કે રંજનબા મારી બંગડીઓ લઈ ગયા છે જે બાદ વૃદ્ધનું મૃત્યુ થયું હતું. પરિવારજનોએ રંજનબાને હોસ્પિટલ બોલાવી પૂછપરછ કરતા તેઓ બંગડી બાબતે કઈ જાણતા ન હોવાનું રટણ કર્યું હતું..અને તેના દીકરાએ મૃતકનું પીએમ કરવા ના પાડી હતી..
મકાનની આસપાસમાં તપાસ કરતાં પાડોશીના ઘરમાં લાગેલા સીસીટીવી ચેક કરતા રંજનબા બપોરના સમયે વૃદ્ધાના ઘરે આવતા નજરે પડ્યા હતા અને થોડીક જ વારમાં ત્યાંથી નીકળી ઓટલા ઉપર બેસી ગયા હતા. બાદમાં ત્યાંથી નીકળતા આરોપી વૃદ્ધા હાથમાંથી કોઈ વસ્તુ ફેંકી સોસાયટીમાંથી ચાલતી જતી દેખાઈ હતી. જેથી વૃદ્ધ માતા ની બંગડીઓની ચોરી કરી રંજનબા પરમારે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોતાના અંગત સ્વાર્થ માટે માતાની સોનાની બંગડીઓ ચોરી કરવાના ઇરાદે એકલતાનો લાભ લઈ સ્ટોર રૂમમાં વૃદ્ધ માતાને પાડી દઈ જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવી આગ ચાપી 50 હજાર રૂપિયાની સોનાની બંગડીઓ ચોરી કરી ફરાર થઈ જતા મેઘાણીનગર પોલીસે રંજનબા પ્રવિણસિંહ પરમાર નામની વૃદ્ધ મહિલા સામે તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.