Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સાયન્સ સિટીમાં સીડબોલ વિસ્તરણ અને પ્લાન્ટેશન ઈવેન્ટનું આયોજન કરાયું

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ઝાયડસ-CSRના સહયોગથી સીડબોલ વિસ્તરણ અને પ્લાન્ટેશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની ડીફ એન્ડ મ્યૂટ શાળાના 80થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા....
ગુજરાત સાયન્સ સિટીમાં સીડબોલ વિસ્તરણ અને પ્લાન્ટેશન ઈવેન્ટનું આયોજન કરાયું

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

Advertisement

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ઝાયડસ-CSRના સહયોગથી સીડબોલ વિસ્તરણ અને પ્લાન્ટેશન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની ડીફ એન્ડ મ્યૂટ શાળાના 80થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સીડબોલનું અભિયાન

ઝાયડસ-CSR અંતર્ગત ઘણા સમયથી વૃક્ષારોપણ માટે સીડબોલનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ-2023 દરમિયાન ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીમાં યોજાયેલા સાયન્સ કાર્નિવલ-2023 વખતે કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા વૃક્ષોના 15 હજાર જેટલા સીડબોલ કાર્નિવલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા.આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 મહિનામાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા 1.15 લાખ જેટલા સીડબોલ બનાવવામાં આવ્યા છે. ગુજરાતને હરિયાળું બનાવવા માટે રાજ્ય સરકારના વન વિભાગની સાથે મળીને આ અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

Advertisement

દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પ્લાન્ટેશન કર્યું

26 ઓગસ્ટના રોજ ગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત આ ઈવેન્ટમાં સાયન્સ સિટીના પરિસરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા 7 હજાર જેટલા સીડબોલનું વિસ્તરણ અને પ્લાન્ટેશન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર અને જનલર મેનેજર ડો. વ્રજેશ પરીખ, ઝાયડસના પ્રમોટર મેહા પટેલ, ઝાયડસ-CSRના હેડ ડો. બીનિતા વરદિયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Seedball expansion and plantation event

Advertisement

પર્યાવરણની મહત્તા સમજાવી

આ ઈવેન્ટમાં સીડ બોલ કઈ રીતે બનાવી શકાય તેનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવ્યું હતું. જેમાં મૂક બધિર શાળાના ખાસ શિક્ષક દ્વારા સાંકેતિક ભાષામાં વૃક્ષોના મહત્વ વિશે અને ભવિષ્યમાં પર્યાવરણની જાળવણીની મહત્તા વિશે સમજાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે GSRTC દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.