અમદાવાદીઓ: જો તમારી સોસાયટીના ગટરનું પાણી સીધું સાબરમતીમાં છોડાતું હોય તો ચેતજો !
અમદાવાદીઓ જો તમારી સોસાયટીના ગટરનું પાણી સીધું સાબરમતીમાં છોડાતું હોય તો ચેતજો ! રહેણાંક સોસાયટી પાસે ડ્રેનેજ કનેક્શન સીધાં હોય તેમના કનેક્શન કપાઇ શકે છે.અમદાવાદની શાન એવી સાબરમતી નદીમાં વધતાં જળપ્રદૂષણ મુદ્દે આજે ગુજરાત હાઇ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યાં છે. ડ્રેનેજ લાઇન ન હોય તેમની તપાસ કરવામાં આવે સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકવવા માટે થઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર
Advertisement
અમદાવાદીઓ જો તમારી સોસાયટીના ગટરનું પાણી સીધું સાબરમતીમાં છોડાતું હોય તો ચેતજો ! રહેણાંક સોસાયટી પાસે ડ્રેનેજ કનેક્શન સીધાં હોય તેમના કનેક્શન કપાઇ શકે છે.અમદાવાદની શાન એવી સાબરમતી નદીમાં વધતાં જળપ્રદૂષણ મુદ્દે આજે ગુજરાત હાઇ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યાં છે.
ડ્રેનેજ લાઇન ન હોય તેમની તપાસ કરવામાં આવે
સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકવવા માટે થઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે મામલે આજે વધુ સુનવણી પણ હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે કે એવી સોસાયટી કે રહેણાંક મકાનો જે લોકો પોતાનું ડ્રેનેજનું પાણી સાબરમતી નદીમાં સીધું છોડે છે તેવા એકમોને તાત્કાલિક સિલ કરવાનો નિર્દેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો છે.સાથે જ હાઇકોર્ટે ઉમેર્યું છે કે, એવી ઇમારતો કે એવા એકમો કે જેમની પાસે ડ્રેનેજ લાઇન ન હોય તેમની તપાસ કરવામાં આવે અને તે અંગે વિસ્તૃત સરવે પણ કરવામાં આવે.
કોર્ટે લેખિત હુકમ કર્યો
જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે આ બાબતને ઘ્યાને રાખીને લેખિત આદેશમાં હુકમ પણ કર્યો છે કે જે રહેણાંક સોસાયટી પાસે ડ્રેનેજ કનેક્શન ના હોય તેમની સામે કોર્પોરેશન શું પગલાં લેવા માંગે છે એ તમામ વિગતો કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવે આ મામલે વધુ સુનવણી 22મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.