Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ એરપોર્ટ પર હવે 4 એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનશે

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ખાનગીકરણ બાદ એરપોર્ટ ની કાયા પલટ થઇ રહી છે.  હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી રોજના 20 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધાને જોતાં હવે તંત્ર દ્વારા એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એàª
06:56 AM Feb 26, 2022 IST | Vipul Pandya
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ખાનગીકરણ બાદ એરપોર્ટ ની કાયા પલટ થઇ રહી છે.  હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી રોજના 20 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધાને જોતાં હવે તંત્ર દ્વારા એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા બનાવવામાં આવશે. હાલમાં અમદાવાદથી રોજની 150 ડોમેસ્ટિક ફ્લાઈટનું આવનજાવન થઇ રહ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ ડોમેસ્ટિક મુસાફરોનો ઘસારોને જોતાં તંત્ર દ્વારા તે માટેની પૂર્વ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. મુસાફરોની સુવિધાને જોતા  ટૂંક સમયમાં  અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરી અત્યાધુનિક સુવિધાઓથી સુજ્જ કરવામાં આવશે. 
ટર્મિનલમાં ચેકઇન કાઉન્ટર વધારવામાં આવશે
એરપોર્ટને સુવિધાઓ થી સજ્જ કરવા માટે ચાર એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટર્મિનલ સાથે કેવી રીતે લીન્ક કરવી તેનુ ખાસ ધ્યાન રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ થશે. આ નવા ફેરફારો સાથે ટર્મિનલ આગામી વર્ષ 2024-25 સુધી મુસાફરો માટે શરૂ કરી દેવાનું આયોજન છે. અત્યારે પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ટર્મિનલમાં ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે.

કેટલીક ડોમેસ્ટિક એરલાઇસ ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ થશે
ટર્મિનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેકઇનમાં લાગતી લાંબી લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ કરવા નક્કી કરાયુ છે. જેથી ડોમેસ્ટિક ટર્મિનલ માં પ્રતિદિન 38 જેટલી ફલાઇટોનું ભારણ ઘટશે.
કિરાંગી પરીખ 
Tags :
airportterminalinahmedadGujaratFirstRenovationofAhmedabadAirport
Next Article