Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સીઆર પાટીલના હસ્તે અંગદાન વિશેના પુસ્તકનું વિમોચન

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ (Asia's Largest Hospital: Ahmedabad Civil Hospital) માં અંગદાતાઓ માટેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ‘અંગ અર્પણ એ જ સાચું તર્પણ’ નામના પુસ્તકને ગુજરાતમાં છેલ્લા 52 અંગદાતાઓની પ્રેરણા કથા સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (President of Gujarat State BJP: CR Patil) ના હસ્તે આ પ્રેરણાસ્વરૂપ પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં અત્યાર સુધી કુલ 67 અંગદાન થàª
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સીઆર પાટીલના હસ્તે અંગદાન વિશેના પુસ્તકનું વિમોચન
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ (Asia's Largest Hospital: Ahmedabad Civil Hospital) માં અંગદાતાઓ માટેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ‘અંગ અર્પણ એ જ સાચું તર્પણ’ નામના પુસ્તકને ગુજરાતમાં છેલ્લા 52 અંગદાતાઓની પ્રેરણા કથા સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (President of Gujarat State BJP: CR Patil) ના હસ્તે આ પ્રેરણાસ્વરૂપ પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધી કુલ 67 અંગદાન થયા છે, જેમાંથી ‘અંગ અર્પણ એ જ સાચું તર્પણ’ નામના પુસ્તકમાં ગુજરાતના છેલ્લા 52 અંગદાતાઓની વાત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંગદાન ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ દેશમુખ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિ ભાડેશિયા અને અંગદાન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. તેમણે વધુમાં વધુ અંગદાન થાય અને હાર્ટનું વેઈટીંગ જેમ ઘટ્યુ છે, તેમ તમામ અંગદાનમાં વધુમાં વધુ જાગૃતી આવે તે માટે અપીલ કરી હતી.
ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યુ હતુ કે અંગદાનની મુહીમ ચલાવનાર દિલીપભાઈ તમે એકલા નથી, અમે આ કામમાં તમારી સાથે છીએ. દિલીપભાઈએ પહેલા સંઘ માટે અને પછી શિક્ષણ માટે જીવન સમર્પિત કર્યું.  મારો આગ્રહ હતો કે દિલીપભાઈ અંગદાન ટ્રસ્ટમાં જોડાય અને તે જોડાયા. જેથી અમદાવાદની હોસ્પિટલમાં સૌથી વધુ સફળતાપૂર્વક અંગદાન થયા છે. પાટીલે વધુમાં જણાવ્યું કે અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે. આજે અંગદાન કરવાની જાગૃતિથી હૃદયનું વેઇટિંગ લિસ્ટ પૂરું થયું છે. હવે હૃદય ની જરૂરિયાત વાળા દર્દીઓ ગુજરાતમાં એક પણ નથી.
રાટીલે વધુમાં કહ્યુ કે  દરેક લોકો આ કામમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત લિવર ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીના કુલપતિ પ્રાંજલ મોદી અને તેમની ટીમ અંગદાન જાગૃતિ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. આજે તર્પણ 52 અંગદાન વિશે પુસ્તકનું વિમોચન થયું છે તે લોકોમાં અંગદાનને લઈને વિશેષ જાગૃતિ લાવશે. 
પુસ્તકના લેખક ડૉ.ચિંતન ચૌધરીએ જણાવ્યું હતું કે  હું મેડિકલ વિદ્યાર્થી છુ, પરંતુ પુસ્તક લખવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તક લખવા માટે દરેક જિલ્લાઓમાં ગયા છીએ, અંગદાન કરનાર લોકો સાથે મુલાકાત કરી છે. છ હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પુસ્તક લખ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ક્રયને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલીપ દેશમુખે અંગદાનનું અભિયાન ઉપાડ્યું અને 52 અંગદાનનું પુસ્તક એ જન જાગૃતિ લાવશે . હાલમાં હૃદયનું વેઇટિંગ લિસ્ટ પુરુ થયું છે ત્યારે ચાર વિભાગમાં આગામી સમયમાં અંગદાનની પ્રવૃત્તિ વિભાજીત કરાશે. આગામી સમયમાં ચાર સેન્ટર સુરત, વડોદરા અને રાજકોટમાં સારી રીતે આરોગ્યની સુવિધા મળે તેવું આયોજન કરવામા આવશે.
Advertisement
Tags :
Advertisement

.