રખડતા ઢોર સામે લાલઆંખ, એક મહિનામાં પોલીસે 80 કેસ કરી 59 ઢોરને પાંજરે પુર્યા
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટે(Gujrat Highcourt) રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતા જ અમદાવાદ (ahmedabad)શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં શહેર ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા 80 જેટલા રખડતા ઢોરના માલિકો સામે કેસ દાખલ કરીને 59 જેટલા રખડતા પશુને પાંજરે પૂર્યા છે. શહેર પોલીસ દ્વારા રખડતા ઢોરના ચોક્કસ લોકેશન પણ નક્કી કરીને તે લોકેશનની મàª
Advertisement
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટે(Gujrat Highcourt) રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતા જ અમદાવાદ (ahmedabad)શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં શહેર ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા 80 જેટલા રખડતા ઢોરના માલિકો સામે કેસ દાખલ કરીને 59 જેટલા રખડતા પશુને પાંજરે પૂર્યા છે. શહેર પોલીસ દ્વારા રખડતા ઢોરના ચોક્કસ લોકેશન પણ નક્કી કરીને તે લોકેશનની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી છે.
અમદાવાદ શહેરના આઠ અલગ અલગ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જુદી જુદી ટીમો બનાવીને કડકમાં કડક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસનએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે માહિતી આપી હતી અને શહેરના નાગરિકોને શહેરમાં કોઈપણ જગ્યાએ રોડ રસ્તા ઉપર રખડતા ઢોર દેખાય તો તેનો ફોટો ખેંચીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોકલી અથવા તો ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરવાની પણ અપીલ કરી છે.
શહેર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પશુ માલિકો સાથે મીટીંગ કરીને પશુ માલિકો પણ પોતાના ઢોરને રજડતા ન મૂકે તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્વનું છે કે રખડતા પશુના કારણે નરોડામાં અકસ્માત થતા પોલીસે પશુ માલિક અને જે તે ઝોનના જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ હજુ સુધી તેમાં તપાસ જ ચાલી રહી છે તેવામાં રખડતા ઢોર રસ્તા પરથી દૂર ક્યારે થાય છે તે જોવુ રહ્યું.