Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

49 કરોડના ખર્ચે રેલવેના ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી અમદાવાદમાં પૂર્ણ

અમદાવાદથી પાટણ સુધી ઇલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન શરૂ કરવાની તૈયારી છે. આ રૂટ પર વેસ્ટર્ન રેલવેના કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા નિરીક્ષણનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે 42 કિલોમીટરનો રૂટ ઈલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદથી પાટણ સુધી ઈલેક્ટ્રિક ટ્રેનોનું સંચાલન શરૂ કરાશે, જેના પગલે ડીઝલ એન્જિનનો વપરાશ બંધ થશે. રેલવે અધિકારà
49 કરોડના ખર્ચે રેલવેના ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી અમદાવાદમાં પૂર્ણ
અમદાવાદથી પાટણ સુધી ઇલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન શરૂ કરવાની તૈયારી છે. આ રૂટ પર વેસ્ટર્ન રેલવેના કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા નિરીક્ષણનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે 42 કિલોમીટરનો રૂટ ઈલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદથી પાટણ સુધી ઈલેક્ટ્રિક ટ્રેનોનું સંચાલન શરૂ કરાશે, જેના પગલે ડીઝલ એન્જિનનો વપરાશ બંધ થશે. રેલવે અધિકારીના જણાવ્યું મુજબ, રેલ ઈલેક્ટ્રિફિકેશનના અમદાવાદ યુનિટે ડિવિઝનમાં વધુ એક સફળતા મેળવી છે. જેમાં મહેસાણાથી પાટણ સુધીના રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કર્યા બાદ 110 કિમીની ઝડપે ટ્રેન દોડાવી તેનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 20મી તારીખ સીઆરએસ ઈન્સપેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં રેલવેને વાર્ષિક રૂ.100 કરોડની બચત થવાની શક્યતા છે.હવે આગામી દિવસોમાં પાટણ-ભીલડી સેક્શનમાં ઝડપી ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.