Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાઈક પર જતા દંપતીને નીચે પાડી પાકિટ આંચકી લૂંટારાઓ ફરાર

અમદાવાદનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. વટવામાં હત્યા અને હત્યાના પ્રયાસની બે ઘટનાઓ સામે આવી તેવામાં નારોલમાં બાઈક પર જતા દંપતિને ચાલુ બાઈકે સ્નેચિંગના ઈરાદે પર્સ ખેંચી નીચે પાડીને બે શખ્સો સ્નેચિંગ કરી ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે.પત્નિનું પર્સ આંચકતા બાઈકનું બેલેન્સ ગુમાવ્યુઅમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં રહેતા 44 વર્
12:15 PM Nov 04, 2022 IST | Vipul Pandya
અમદાવાદનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. વટવામાં હત્યા અને હત્યાના પ્રયાસની બે ઘટનાઓ સામે આવી તેવામાં નારોલમાં બાઈક પર જતા દંપતિને ચાલુ બાઈકે સ્નેચિંગના ઈરાદે પર્સ ખેંચી નીચે પાડીને બે શખ્સો સ્નેચિંગ કરી ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે.
પત્નિનું પર્સ આંચકતા બાઈકનું બેલેન્સ ગુમાવ્યુ
અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય હિતેશભાઈ હાડા પહેલી નવેમ્બરે સાંજના સમયે પોતાની બાઈક લઈને વિશાલા ખાતે પત્ની ખ્યાતીબેનને લેવા માટે ગયા અને વિશાલા સર્કલથી બાઈક પર પત્નિ સાથે ઘરે જઈ રહ્યા હતા તે સમયે 8 વાગે આસપાસ નારોલ વિશાલા હાઈવે પર આસોપાલવ હોટલની સામેથી પસાર થતા સમયે તેઓની બાઈક પાછળ એક બાઈક પર બે યુવકો પીછો કરી રહ્યા હતા અને ફરિયાદીના પત્ની ખ્યાતીબેનના હાથમાં રહેલા પર્સને આંચકી લેતા હિતેશભાઈને બાઈકનું બેલેન્સ ન રહેતા દંપતી બાઈક પરથી નીચે પટકાયા હતા.
નારોલ  પોલીસે  ગનો નોંધ્યો
બાઈક પરથી નીચે પટકાતા દંપતિને ઈજાઓ થઈ હતી, જોકે તે સમયે આસપાસના લોકો આવી જતા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બાઈક ચાલક હિતેશભાઈને માથા અને જમણી આંખે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ફરિયાદીને માઈનોર હેમરેજ જેવી ઈજાઓ થતા સારવાર હેઠળ છે તેમજ તેઓની પત્નીને પણ ઈજાઓ થઈ છે. આરોપીઓ પર્સમાં રહેલા મોબાઈલ સહિતની સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા નારોલ પોલીસ મથકે (Narol Police) ગુનો નોંધાયો છે. તેવામાં આ ગુનેગારો પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે તે જોવુ રહ્યું.
એક તરફ વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજ્યભરમાં આચરસંહિતા લાગૂ કરી દેવાઈ છે. જેમાં કાયદો અને  વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે પરંતુ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો - લોકગાયક દેવાયત ખવડને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ગાળો ભાંડનાર બે સામે ગુનો નોંધાયો
Tags :
AhmedabadAhmedabadPoliceCrimeFIRGujaratFirstNarolpolicePurseSnatching
Next Article