વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, PMની ભાજપ કાર્યકરો સાથે બેઠક ચાલુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શનિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ અમદાવાદ એરપોર્ટપર વડાપ્રધાનશ્રીનીભાજપ કાર્યકરો સાથે બેઠક ચાલુ છે. છેલ્લા દોઢ કલાકથી બેઠક ચાલી રહી છે, આ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમં
10:28 AM Aug 27, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શનિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ અમદાવાદ એરપોર્ટપર વડાપ્રધાનશ્રીનીભાજપ કાર્યકરો સાથે બેઠક ચાલુ છે. છેલ્લા દોઢ કલાકથી બેઠક ચાલી રહી છે, આ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, અને કૈલાશનાથન પણ સામેલ છે. મુખ્યસચિવ, DGP અને IBના વડા પણ બેઠકમાં હાજર છે.સાથેજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંધવી બેઠકમાં હાજર છે. તાજેતરના સમાચાર મુજબ હાલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને જગદીશ પંચાલ એરપોર્ટથી રવાના થયા છે.
વડાપ્રધાનશ્રી મોદી એરપોર્ટ પર પહોંચીને ગુજસેલમાં મિટીંગ યોજી રહ્યા છે જેમાં ભાજપના તમામ હોદ્દેદારો સામેલ છે. સાંજે 5 વાગ્યા સુધી વડાપ્રધાનશ્રી મોદીની આ બેઠક ચાલે તેવી શક્યતા છે અને તેઓ 5 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રોકાશે.
સાંજે 5 વાગે તેઓ ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 7 વાગે સભા સ્થળેથી રાજભવન રવાના થશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને 28 ઓગષ્ટે સવારે ભુજના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 5 વાગે ગાંધીનગર મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજર રહેશે.
Koo Appવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ એ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રી શનિવારે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે.- CMO Gujarat (@CMOGujarat) 27 Aug 2022
Next Article