ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંકી પોક્સને લઇને તંત્ર સજ્જ, બી જે મેડિકલ કોલેજને મંકી પોક્સના ટેસ્ટીંગ માટે મળી મંજૂરી

કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સને લઇને આરોગ્ય વિભાગે ઇમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના ચાર દર્દીઓ નોંધાયા છે, જેથી હવે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયાર કરવામા આવ્યા છે જેથી ગુજરાતમાં મંકી પોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય. સિવિલ ઓથોરિટીએ આ રોગ સામે સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે.  મંàª
01:30 PM Jul 25, 2022 IST | Vipul Pandya
કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સને લઇને આરોગ્ય વિભાગે ઇમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના ચાર દર્દીઓ નોંધાયા છે, જેથી હવે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયાર કરવામા આવ્યા છે જેથી ગુજરાતમાં મંકી પોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય. સિવિલ ઓથોરિટીએ આ રોગ સામે સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે.  

મંકીપોક્સનું સંક્રમણ વધતા WHOએ વૈશ્વિક કટોકટી જાહેર 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મંકી પોક્સને લઈને જણાવ્યુ હતુ કે  મંકી પોક્સ પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાયરસ છે, કોરોનાની જેમ હવામાં ફેલાતો નથી.  હજી સુધી ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી જે મોટી રાહતના સમાચાર છે. જો કે અમે  તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અને ભવિષ્યમાં 8 બેડનાં બદલે જરૂર પડે તો 18 બેડની સુવિધા ઊભી કરવાની અમારી તૈયારી છે. તેમણે કહ્યું કે શરીર પર ફોલ્લા પડે  તાવ આવે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.  બેથી ત્રણ અઠવાડિયામાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળતા હોય છે. મહત્વુ છે કે ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતા WHOએ વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. અને પરિણામે મંકી પોક્સની સરકારે જારી કરેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન જરૂરી બને છે. 
વિશ્વના દેશોમાં 15 હજાર જેટલા મંકીપોક્સના કેસો 
બીજી તરફ WHO એ મંકી પોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તો ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે પરિણામે અમદાવાદ સિવિલમાં સ્પેશિયલ વોર્ડ વગર અગમચેતીના ભાગરૂપે શરુ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના વિવિધ દેશોની વાત કરીએ તો વિશ્વના દેશોમાં 15 હજાર જેટલા મંકી પોક્સના કેસો સામે આવ્યાં છે અને પાંચના મોત થયા છે.  જેમાંથી ભારતમાં 4 કેસ નોંધાયા છે અને જોકે આ રોગથી હજુ કોઈ મોત નોંધાયું  નથી.  મંકી પોક્સ વાયરસ મામલે સરકારે એસઓપી પણ જાહેર કરી છે. જેના પગલે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે પણ અગમચેતીના ભાગરૂપે સ્પેશીયલ વોર્ડ સાથે એલર્ટ મોડમાં આવી ગયુ છે. જો કોઈ કેસ નોંધાય તો તેની સારવાર અને પૂરતી કાળજી લઈ શકાય તેના માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.  

વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ
વિશ્વમાં હાહાકાર મચાવનાર  મંકી પોક્સ વાયરસનુ ટેસ્ટિંગ હવે  હવે અમદાવાદમાં થઈ શકશે. ICMR એ ગુજરાતમાં મંકી પોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજને મંજૂરી આપી છે મહ્તવનુ છે કે  મંકી પોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ બની છે. હવે જો ગુજરાતમાં મંકી પોક્સનો કેસ આવે તો દર્દીનાં સેમ્પલ થકી બીજે મેડીકલ કોલેજમાં જ તેનો ટેસ્ટ થઈ શકશે તેમજ રિપોર્ટ મેળવી શકાશે. બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગને ICMR એ મંકી પોક્સ વાયરસની ખરાઈ કરવા RTPCR કીટ ઉપલબ્ધ કરાવી છે હાલના તબક્કે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં 40 દર્દીઓના ટેસ્ટ કરી શકાય તે માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે.  તો ટેસ્ટીગ માટે બીજે મેડીકલ અને સારવાર માટે અમદાવાદ સીવિલ હોસ્પટીલ ઓથોરીટી એ તૈયારીઓ કરી લીધી છે. 
 
આ પણ વાંચો -

કોને મંકીપૉક્સ થવાનો ખતરો વધારે? નાના બાળકોને આ રોગથી દૂર રાખવા જરૂરી 4 બાબતો

Tags :
AhmedabadCivilBJMedicalCollegeGujaratFirstmonkeypoxvirustestinglabPreparedformonkeypox
Next Article