Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારી ફરિયાદ પોલીસ લેતી નથી? પોલીસે જ શરુ કર્યો નવતર પ્રયોગ

અમદાવાદમાં પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં સૌપ્રથમ વખત અમલીકરણ થશેઅમદાવાદના 7 ઝોનમાં કમ્પ્લેઈન બોક્સ મૂકાશેપીડિત કમ્પ્લેઈન બોક્સમાં ફરિયાદ કરી શકશેફરિયાદના આધારે પોલીસ એક્શન પણ લેશે પોલીસ-પબ્લિક નજીક આવે તે માટેનો પ્રયાસફરિયાદનું ACP કક્ષાના અધિકારી મૂલ્યાંકન કરશેલોકોની આઈડેન્ટિટી રીવિલ ન કરવા પ્રયાસપોલીસ સંડોવાયેલી જણાશે તો એક્શન લેવાશે હવે પોલીસને મળ્યા વિના કરà
તમારી ફરિયાદ પોલીસ લેતી નથી  પોલીસે જ શરુ કર્યો નવતર પ્રયોગ
  • અમદાવાદમાં પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ 
  • ગુજરાતમાં સૌપ્રથમ વખત અમલીકરણ થશે
  • અમદાવાદના 7 ઝોનમાં કમ્પ્લેઈન બોક્સ મૂકાશે
  • પીડિત કમ્પ્લેઈન બોક્સમાં ફરિયાદ કરી શકશે
  • ફરિયાદના આધારે પોલીસ એક્શન પણ લેશે 
  • પોલીસ-પબ્લિક નજીક આવે તે માટેનો પ્રયાસ
  • ફરિયાદનું ACP કક્ષાના અધિકારી મૂલ્યાંકન કરશે
  • લોકોની આઈડેન્ટિટી રીવિલ ન કરવા પ્રયાસ
  • પોલીસ સંડોવાયેલી જણાશે તો એક્શન લેવાશે 
  • હવે પોલીસને મળ્યા વિના કરી શકાશે ફરિયાદ
  • દર સપ્તાહે પોલીસ ખોલશે કમ્પ્લેઈન બોક્સ
  • 7 ઝોનમાં કમ્પ્લેઇન બોકસ માટેના સ્થળ નક્કી થશે
પોલીસ અને પ્રજા વચ્ચે ઉભી થયેલી ખાઇને પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ (Ahmedabad) શહેરમાં પોલીસ (Police) નવો પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવા જઇ રહી છે જેમાં કોઇ પણ વ્યક્તિ પોલીસને મળ્યા વગર જ કમ્પ્લેઇન બોક્સ ( Complaint Box)માં પોતાની ફરિયાદ નાખી શકશે. દર સપ્તાહે આ કમ્પ્લેઇન બોક્સ ખોલવામાં આવશે અને એસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં આ ફરિયાદને ખોલીને તેનું નિવારણ કરવામાં આવશે. 

અમદાવાદ પોલીસ દ્વારા નવતર પ્રયોગ
સામાન્ય રીતે લોકોની ફરિયાદ રહેતી હોય છે કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ તેમની વાત સાંભળતી નથી અને તેમનું ફરિયાદનું નિરાકરણ કરાતું નથી. પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે અને એકબીજા પર વિશ્વાસ મુકે તે માટે પોલીસ સતત પ્રયાસો કરતી હોય છે પણ આ વખતે રાજ્યમાં પહેલી વખત અમદાવાદ પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. 

7 ઝોનમાં પોલીસ દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર કમ્પ્લેઇન બોક્સ
હવેથી અમદાવાદ પોલીસના 7 ઝોનમાં પોલીસ દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર કમ્પ્લેઇન બોક્સ મુકવામાં આવશે. જો પોલીસ તમારી વાત સાંભળતી ના હોય તો તમે આ કમ્પ્લેઇન બોક્સમાં પોતાની ફરિયાદ નાખી શકશો. તમારી ઓળખ જાહેર નહીં થાય તેમ પણ પોલીસે જણાવ્યું છેે. 

દર સપ્તાહે આ ફરિયાદ પેટી ખોલવામાં આવશે 
દર સપ્તાહે આ ફરિયાદ પેટી ખોલવામાં આવશે અને ત્યારબાદ એસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં ફિયાદનું નિરાકરણ કરવામાં આવશે. સમગ્ર પારદર્શીતા સાથે આ કાર્યવાહી કરાશે તેવો દાવો પોલીસે કર્યો છે. ફરિયાદની તપાસમાં ગુનો થયેલો હોવાનું જણાશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરાશે. અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશન સિવાયની જગ્યાએ જ આ ફરિયાદ પેટી મુકવામાં આવશે. 
પોલીસની સંડોવણી હશે તો પણ તપાસ કરાશે
જો કોઇ વ્યક્તિએ પોલીસ કર્મી સામે પણ ફરિયાદ કરી હશે તો તેની પણ ઉંડી તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે એક્શન પણ લેવામાં આવશે. જો કોઇ વ્યક્તિ પોતાના નામ વગર જ ફરિયાદ કરશે તો પણ તે ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે. પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તીઓને છાવરવાની કોશિશો કરાઇ હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.