બોગસ ડોક્યુમેન્ટના આધારે ટિકિટ મેળવી મુસાફરી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના એરપોર્ટ પરથી બોગસ ડોક્યુમેન્ટ ના આધારે ટિકિટ મેળવી મુસાફરી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.મહત્વનું છે કે આરોપીએ સાચા નામની ટિકિટ ખરીદી હતી.પરંતુ તે રદ્દ કરાવી ખોટા નામે બીજી ટિકિટ કરી મુસાફરી કરવા જતો હતો.જેથી એરપોર્ટ ઓથોરિટીને આરોપી શંકાસ્પદ લાગતા તેને ઝડપી પોલીસને હવાલે કર્યો છે. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.એરપોર્ટ પોલીસે સરફરાજખાન સમ
12:31 PM Jul 08, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના એરપોર્ટ પરથી બોગસ ડોક્યુમેન્ટ ના આધારે ટિકિટ મેળવી મુસાફરી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.મહત્વનું છે કે આરોપીએ સાચા નામની ટિકિટ ખરીદી હતી.પરંતુ તે રદ્દ કરાવી ખોટા નામે બીજી ટિકિટ કરી મુસાફરી કરવા જતો હતો.જેથી એરપોર્ટ ઓથોરિટીને આરોપી શંકાસ્પદ લાગતા તેને ઝડપી પોલીસને હવાલે કર્યો છે. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ પોલીસે સરફરાજખાન સમી ઉલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.આ આરોપી દિલ્હી થી અમદાવાદ સમીર કિશનલાલ બનીને આવ્યો હતો.બાદમાં તેણે પોતાનાઅસલ નામ સરફરાજખાનના નામે મુંબઈની ટિકિટ લીધી હતી.બાદમાં તેણે સમીર ના નામે દિલ્હીની ટિકિટ મેળવી હતી.જેથી એરપોર્ટ અધિકારીને તે શંકાસ્પદ જણાતા તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી સરફરાજ ખાનની પુછપરછ કરી તપાસ કરતા પોલીસને એક સમીરના નામનું બનાવટી ચુંટણી કાર્ડ મળી આવ્યુ હતુ. સાથે જ સાચા નામનું આધારકાર્ડ મળી આવ્યુ છે. જે બન્નેમા એડ્રેસ ખોટા છે. જેથી પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.ઉપરાંત આરોપી ની પુછપરછ કરતા તેણે અલગ અલગ બહાના કર્યા હતા.એરપોર્ટ સ્ટાફની પુછપરછમાં સમીર તેનો જુડવા ભાઈ છે.જોકે પોલીસે આ અંગે હકીકત તપાસવા ની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વ નુ છે કે ન માત્ર એરપોર્ટ પોલીસ પરંતુ અન્ય તપાસ એજન્સીઓ પણ આરોપી સરફરાજની પુછપરછ કરી રહી છે. સાથે જ આરોપીના મોબાઇલ લોકેશનના આધારે તે ક્યાં કોને મળ્યો તે જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
Next Article