Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Bhupendra Patel ની ઉપસ્થિતિમાં માહેશ્વરી સંગિની સંગઠન દ્વારા અંગદાન માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ

માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા રચિત "માહેશ્વરી સંગિની સંગઠન" લગભગ છેલ્લા દસ વર્ષથી સામાજીક, ધાર્મિક, અને મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાગરૂક સંગઠન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના ભાગ રૂપે ટ્રેડ ફેર "સમૃદ્ધિ23"નું...
01:39 PM Aug 13, 2023 IST | Viral Joshi

માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા રચિત "માહેશ્વરી સંગિની સંગઠન" લગભગ છેલ્લા દસ વર્ષથી સામાજીક, ધાર્મિક, અને મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાગરૂક સંગઠન છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના ભાગ રૂપે ટ્રેડ ફેર "સમૃદ્ધિ23"નું આયોજન કરવામાં આવ્યું છે, આ ભવ્ય કાર્યક્રમમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે (World Organ Donation Day) ના અનુસંધાનમાં મુખ્યમંત્રીની (Bhupendra Patel) ઉપસ્થિતિમાં હાજર રહેલા અતિથીઓએ અંગદાન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

પહેલને મુખ્યમંત્રીએ આવકારી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "અંગદાન મહાદાન છે, માહેશ્વરી સંગિની સંગઠન અને માહેશ્વરી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન માટેની આ પહેલનુ અમે સ્વાગત કરીએ છીએ, તેમજ આવા સમાજ ઉપયોગી કાર્યો માટે અમે શક્ય તમામ મદદ અને પ્રોત્સાહન આપવા તત્પર છીએ.

મહિલાઓનું મહત્વનું યોગદાન

આ પ્રસંગે માહેશ્વરી સંગિની સંગઠનના પ્રમુખ શ્રીમતી જ્યોતિ લાહોટીએ જણાવ્યું કે, અંગદાન મહાદાન છે, જયારે મહિલાઓ અંગદાન માટે જાગરૂક થાય છે ત્યારે તેઓ તેમના પરિવારમાં પણ તે અંગેની જાગૃતિ લાવે છે અને આમ સમગ્ર સમાજ અને દેશમાં અંગદાન વિષે જાગૃતિ ફેલાવવામાં મહિલાઓ મહત્વનું યોગદાન આપી શકે છે, અને આજે માહેશ્વરી સંગિની સંગઠને આ દિશામાં એક મહત્વની પહેલ કરી છે.

વિમેન્સ ટ્રેડ ફેરનું ઉદ્ધાટન

આ વિમેન્સ ટ્રેડ ફેરનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે ટ્રેડ ફેર "સમૃદ્ધિ23"માં મહિલા ઉદ્યમીઓ દ્વારા લગભગ 80 થી 100 સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે જેમાંં ખાદી, ક્રાફ્ટ, ડેકોર, ગારમેન્ટ, ફુડ, રાખી સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

બે દિવસીય આયોજન

ઉપરાંત "સમૃદ્ધિ23"માં આ વખતે આઝાદીના 75 વર્ષ અને અમરુત મહોત્સવ નિમિત્તે ખાદીને વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે, ઉપરાંત સિવિક રાઈટ્સ એન્ડ ડ્યુટીસ, હેલ્થ અવેરનેસ, ફ્રી હેલ્થ ચેકઅપ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 12 અને 13 ઓગષ્ટ ૨૦૨૩ સુધી ચાલનાર આ કાર્યક્રમનું આયોજન માહેશ્વરી સેવા સમિતિ શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : ગૃહપ્રધાન AMIT SHAH એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CM Bhupendra PatelMaheshwari SamajMaheshwari Sangini Associationorgan donationPledge for Organ Donation
Next Article