Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી ટાણે શહેરવાસીઓએ આટલા હથિયારો જમા કરાવ્યા, જાણો

વિધાનસભા ચૂંટણીઓ-2022 (Gujarat Elections 2022) અંતર્ગત અમદાવાદ શહેરમાં બીજા તબક્કામાં મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઇ રહે અને ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારને હથિયારો સાથે લઇને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે.જાહેરનામું àª
ચૂંટણી ટાણે શહેરવાસીઓએ આટલા હથિયારો જમા કરાવ્યા  જાણો
વિધાનસભા ચૂંટણીઓ-2022 (Gujarat Elections 2022) અંતર્ગત અમદાવાદ શહેરમાં બીજા તબક્કામાં મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઇ રહે અને ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર હથિયાર પરવાનેદારને હથિયારો સાથે લઇને હરવા-ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરનામું બહાર પડાયું
વિધાનસભાની ચૂંટણીઓ-2022 (Gujarat Assembly Elections 2022) અંતર્ગત અમદાવાદ શહેરમાં (Ahmedabad City) ચૂંટણીને લઈને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને લઈને હથિયાર લાયસન્સ ધારકોને હથિયાર જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) કમિશ્નર સંજય શ્રીવાસ્તવે (Sanjay Srivastav) હથિયારની લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હથિયાર લાયસન્સ ધારકોએ પોતાનું હથિયાર ગન, રાઇફલ, પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવના હતા. 
કેટલા હથિયાર જમા કરાવ્યા
સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે 5085 લોકોએ લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે. જ્યારે 1235 લોકોને અંગત કારણસર હથિયાર જમા નહી કરાવવા માટે મુક્તિ મળી છે. જ્યારે 100 જેટલા લાયસન્સ ધારકોને લાયસન્સ રદ થતા તેમના હથિયાર જમા કરવામાં આવેલા હતા. જ્યારે ગુનામાં ઉપયોગ કરેલા લાયસન્સ વાળા 3 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે. જ્યારે 5 હથિયાર જમા કરવાનું પેન્ડિગ છે. હાલમા પોલીસે કાયદા વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદેસર હથિયાર પકડવાની સાથે લાયસન્સ ધારકોના હથિયાર જમા કરવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી ચૂકી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.