શહેરની વચ્ચોવચ ચાલતાં દારુની હેરાફેરી પર PCBની રેડ, મોટા પ્રમાણમાં દારુ પકડાયો
અમદાવાદ શહેરમાં પીસીબી દ્વારા અત્યારસુધીમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ફિલ્મી સ્ટાઇલે શહેરની મધ્યમાંથી ગેરકાયદેસર હેરાફેરી દ્વારા થતું દારૂનું કટિંગ ઝડપી પાડ્યું, જેમાં પોલીસે સ્થળ પરથી દોઢ કરોડથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. શહેરમાંથી ઝડપાયો મોટો પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે. દારૂના જથ્થા સાથે ટ્રક આવતા જ પીસીબીએ રેડ કરી 700 પેટી વિદેશી દà
અમદાવાદ શહેરમાં પીસીબી દ્વારા અત્યારસુધીમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ફિલ્મી સ્ટાઇલે શહેરની મધ્યમાંથી ગેરકાયદેસર હેરાફેરી દ્વારા થતું દારૂનું કટિંગ ઝડપી પાડ્યું, જેમાં પોલીસે સ્થળ પરથી દોઢ કરોડથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો છે.
શહેરમાંથી ઝડપાયો મોટો પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે. દારૂના જથ્થા સાથે ટ્રક આવતા જ પીસીબીએ રેડ કરી 700 પેટી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડયાં હતાં. જેમાં10 ગાડીઓ અને ટ્રક તથા દારૂ મળી દોઢેક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ જગ્યા અવાવરું ભલે લાગે પરંતુ અહીં આ અવાવરું જગ્યામાં દારૂની હેરાફેરી થતી હતી. ગુનેગારો એટલા બેરોકટોક હતા કે જગ્યા પરથી એમ ન લાગે કે આ ગુજરાત છે જગ્યા જોઇને આ રાજસ્થાનનો કોઈ ઠેકો છે. તેવું લાગતું હતું. ગાંધીના ગુજરાતના અમદાવાદના ચાંદખેડાની પીસીબીની ટીમને બાતમી મળતા જ ટીમના લોકોએ દીવાલો કૂદી રેડ કરી હતી. જ્યાં સ્થળ પરથી 700 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો અને ત્રણ આરોપીઓ દ્વારા આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ટ્રકમાં લાવવામાં આવતો હતો. અહીં મોડી રાત્રે અંધારામાં એક ઓરડીમાં આ તમામ જથ્થો ઉતારવામાં આવતો. પાછળના દરવાજેથી અહીં પડેલી ગાડીઓમાં દારૂનો જથ્થો મૂકી દેવામાં આવતો હતો. ગાડીઓ પહેલેથી જ અહીં મૂકી દેવામાં આવતી, વાયપરમાં ચાવીઓ મૂકી દેવાતી અને કટિંગ કરનારને ગાડીના નમ્બર આપી દેવાતા હતા. બાદમાં જથ્થો ગાડીમાં ભરી અડધી રાત્રે શહેર ભરમાં તેમજ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવતો હતો.
અવાવરું જગ્યા હોવાથી અહીં અંધારું હોવાથી બુટલેગરો આસાનીથી દારૂ ઠાલવી પણ દેતા અને કટિંગ પણ કરી લેતા હતાં. આરોપીઓ અત્યારસુધીમાં છ થી સાત વખત મોટો જથ્થો ઉતારી ગયા હોવાનું સામે આવ્યું છે. પીસીબીની રેડમાં ચાર લોકો પોલીસને જોઈને ભાગી ગયાં, પરંતુ પોલીસ જગ્યાના માલિક, ભાડુઆત, કાર માલિકો અને સૌરાષ્ટ્ર સુધી જે બુટલેગરોને આ જથ્થો આપવાનો હતો તે તમામ લોકોના નામ શોધીને કાર્યવાહી કરી રહ્યી છે.
આ પણ વાંચો- યૂટ્યૂબ પર વધારે પૈસા કમાવવા માટે ફેક ન્યુઝ પ્રસારિત કરતા 3 યૂટ્યૂબ ચેનલ સંચાલકોની ધરપકડ..
Advertisement