Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પ્રદેશના નગ્ગર ખાતે "સમર કૉલબ્રટિવે " પ્રોગ્રામનું આયોજન

પરંપરાગત આર્કિટેક્ચરના ઉત્ક્રાંતિની નિરંતર પ્રક્રિયા સ્થળની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય જટિલતાઓને પ્રતિલિમ્બિત કરે છે. હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણમાં આવેલા નગ્ગર અને ચચોગી ગામોના સાંસ્કૃતિક અને ભૌતિક લેન્ડસ્કેપની સુમેળભરી તાલમેલમાંથી 'Timeless  Echoes  of  Kulluta ' શીખે છે. ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર, ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિસાઇન એન્વાયરન્મેન્ટ એન્ડ આર્કિટેક્ચર,ઇન્ડસ યà«
હિમાચલ પ્રદેશના નગ્ગર ખાતે   સમર કૉલબ્રટિવે   પ્રોગ્રામનું આયોજન
પરંપરાગત આર્કિટેક્ચરના ઉત્ક્રાંતિની નિરંતર પ્રક્રિયા સ્થળની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય જટિલતાઓને પ્રતિલિમ્બિત કરે છે. હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણમાં આવેલા નગ્ગર અને ચચોગી ગામોના સાંસ્કૃતિક અને ભૌતિક લેન્ડસ્કેપની સુમેળભરી તાલમેલમાંથી "Timeless  Echoes  of  Kulluta " શીખે છે. 
ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર, ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિસાઇન એન્વાયરન્મેન્ટ એન્ડ આર્કિટેક્ચર,ઇન્ડસ યુનિવર્સિટીએ મે ૨૦૨૨માં હિમાચલ પ્રદેશના નગ્ગર ખાતે  "NORTH "  સ્થાપક રાહુલ ભૂષણ અને તેમની ટીમના સહયોગથી સમર કૉલબ્રટિવે  પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામમાં અર્બન મોરફોલોજીને સમજવા અને બાંધકામનું ડોક્યુમેન્ટશન તેમજ લોકો અને સ્થળની સાંસ્કૃતિક- સામાજિક પેટર્ન વચ્ચેના જોડાણો સ્થાપિત કરવા સુધીના વિસ્તૃત અભ્યાસને આવરી લેવામાં આવ્યા હતા.અભ્યાસનો હેતુ કુલ્લુ ખીણની પરંપરાગત "કાટ -ખૂની" આર્કિટેક્ચરની પ્રક્રિયાના કારણ અને અસરને સમજવાનો અને આર્કિટેક્ચર પ્રેકટીસમાં તેની સાતત્યનું વિશ્લેષણ કરવાનો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ડોક્યુમેન્ટરી, પબ્લીકેશન અને પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આર્કિટેક્ચર વિભાગના સેમેસ્ટર ૮ અને ૪ ના ૨૪ વિદ્યાર્થીઓની ટીમનો સમાવેશ થયો હતો.આ સમર કૉલબ્રટિવે  પ્રોગ્રામનું માર્ગદર્શન આર્કિટેક્ચર વિભાગના ૨ ફેકલ્ટી સભ્યો નૈતિક વખારિયા અને શ્રેયા કૌલ દ્વારા પૂરું પાડવામાં હતું. વિદ્યાર્થીના કાર્યના ૨ પ્રદર્શનો અનુક્રમે ૨૧મી મે ૨૦૨૨ અને ૩૦મી મે ના રોજ  NORTH સ્ટુડિયો અને ઇન્ડસ  યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યા હતા.ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ૩૦મી મે થી ૬ જૂન સુધી  પ્રદર્શન યોજવામાં આવ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.