Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલ.જે.યુનિવર્સિટી દ્વારા કોર્પોરેટ બાસ્કેટ બોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન

ગુજરાતમાં પ્રથમ વખત એલ.જે.યુનિવર્સિટી દ્વારા કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટિ્વન લીગમાં 192 નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ ભાગ લેશે તથા 16 ફ્રેન્ચાઇઝીની ટીમો તેમજ કુલ 64 મેચો રમાશે.7 મેના રોજ આ ટિ્વન લીગ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી હાજર રહેશે. આ  ટિવન લીગ અંતર્ગત 7 થી 29 મે સુધી એલ.જે. યુનિવર્સિટીના કેમ્પસમાં કુલ 64 મેચો à
એલ જે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેટ બાસ્કેટ બોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન
ગુજરાતમાં પ્રથમ વખત એલ.જે.યુનિવર્સિટી દ્વારા કોર્પોરેટ બાસ્કેટબોલ લીગ અને કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટિ્વન લીગમાં 192 નેશનલ અને સ્ટેટ લેવલના ખેલાડીઓ ભાગ લેશે તથા 16 ફ્રેન્ચાઇઝીની ટીમો તેમજ કુલ 64 મેચો રમાશે.7 મેના રોજ આ ટિ્વન લીગ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી હાજર રહેશે.
 આ  ટિવન લીગ અંતર્ગત 7 થી 29 મે સુધી એલ.જે. યુનિવર્સિટીના કેમ્પસમાં કુલ 64 મેચો રમાશે. આ લીગમાં 16 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના કોચ તેમજ એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના 16 મેનેજર્સનો પણ સમાવેશ થાય છે.  રૂપિયા 2 લાખથી વધુની પ્રાઇઝ મની, ટ્રોફી એન્ડ મેમેન્ટો ટિ્વન લીગની ટીમોને એવોર્ડના રૂપમાં આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી માલિકો દ્વારા ખેલાડીઓને બોલી એટલે કે વ્યાવસાયિક બિડિંગ પ્રક્રિયા દ્વારા ખરીદવામાં આવ્યા છે.કોર્પોરેટ બાસ્કેટબોલ લીગને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા અને કોર્પોરેટ વોલીબોલ લીગને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એનઆરએસ ફાઉન્ડેશન અને ઓએસિસ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન પણ ટિ્વન લીગને સમર્થન આપી રહ્યાં છે. 
 
Advertisement
Tags :
Advertisement

.