નવભારત સાહિત્ય મંદિર દ્વારા 'કલમનો કાર્નિવલ બુક ફેર 2022'નું આયોજન
ગુજરાતની જાણીતી પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ બુક ફેર 2022નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી કલમનો કાર્નિવલ બૂક ફેરનું આજે 8 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન પર્વમાં ગુજરાતના જાણીતા લેખકો પણ હાજરી આપશે. ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશન-સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ તારીખ 8 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ફરી એક વખત ‘કલમનો કાર્નà
ગુજરાતની જાણીતી પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ બુક ફેર 2022નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી કલમનો કાર્નિવલ બૂક ફેરનું આજે 8 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન પર્વમાં ગુજરાતના જાણીતા લેખકો પણ હાજરી આપશે.
ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશન-સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ તારીખ 8 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ફરી એક વખત ‘કલમનો કાર્નિવલ’ નામે ભવ્યાતિભવ્ય પુસ્તકમેળાનું આયોજન કરી રહ્યું છે, જેની શુભ શરૂઆત તારીખ 8 સપ્ટેમ્બર ના રોજ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ને વિશેષ વિડીયો સંદેશ પાઠવવામાં આવ્યો છે, તે પણ ઉદ્ઘાટન સમયે અનેક મહાનુભાવોની હાજરીમાં પ્લે કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાંચે ગુજરાત’ અભિયાનને આગળ વધારવા માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ એક નવા સૂત્રને આગળ ધપાવી રહી છે: વાંચે ગુજરાત, વાચનને વધાવે ગુજરાત!
અમદાવાદના સીજી રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી બૂક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બૂક ફેરનું ઉદ્ઘટન 8 સપ્ટેમ્બરે બપોરે 4 વાગે થશે. ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી બૂક ફેરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.હિમાંશુ પંડ્યા, લેખક અંકિત ત્રિવેદી, જાણીતા આરજે ધ્વનિત, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જ્હા તથા લેખકો અશોક દવે, અનુપમ બુચ, આરતી પટેલ , આશિષ મહેતા, અંકિત ત્રિવેદી, કાજલ ઓઝા વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ, જ્યોતિ ઉનડકટ, કિશોર મકવાણા, જય વસાવડા, જિજ્ઞેશ અધ્યારુ, ટીના દોશી, ડો.શરદ ઠાકર, ડો.પ્રશાંત ભીમાણી, ડો.નિમિત ઓઝા, ડો.મૃગેશ વૈષ્ણવ, ડો.હરિ દેસાઇ, તુષાર દવે, તુષાર શુક્લ, દેવેન્દ્ર પટેલ, દેવેશ મહેતા, દેવાંગી ભટ્ટ, દેવ કેશવાલા, અધિર અમદાવાદી, દ્રષ્ટિ સોની, નિશાત શાહ, પાર્થ દવે, ભવેન કચ્છી, મહેશ યાજ્ઞિક, મહેશ શાહ, રવિ ઇલા ભટ્ટ, રાજ ભાસ્કર, વિષ્ણુ પંડયા તથા શિશિર રામાવત અને શ્વેતા ખત્રી તથા હરદ્વાર ગોસ્વામી હાજર રહેશે.
Advertisement