અમદાવાદમાં યોજાઇ RSS અને BJP વચ્ચે વન ટૂ વન બેઠક, જાણો શું ચર્ચા થઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે 6 મહિના જ બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એક્ટિવ બન્યા છે.ગુજરાતનો ગઢ જીતવા તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બુધવારે સાંજે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વન ટૂ વન સમન્વય બેઠક યોજાઇ હતી.વિધાનસભાની ચૂંટણનું વર્ષ છે ત્યારે ચૂંટણી પહેલા ભાજપની સૌથી મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં RSS ભવન ખાતે યોજાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે 6 મહિના જ બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એક્ટિવ બન્યા છે.ગુજરાતનો ગઢ જીતવા તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બુધવારે સાંજે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વન ટૂ વન સમન્વય બેઠક યોજાઇ હતી.
વિધાનસભાની ચૂંટણનું વર્ષ છે ત્યારે ચૂંટણી પહેલા ભાજપની સૌથી મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં RSS ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર વિશેષ ઉપસ્થતીમા યોજાઈ હતી.ઉલ્લેખનિય છે કે વર્ષમાં બે વખત સંઘ અને ભાજપની સમન્વય બેઠક મળતી હોય છે. આ બેઠકના ભાગરૂપે બુધવારે સાંજે મણીનગર હેડગેવાર ભવન ખાતે આયોજીત બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણ કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ- કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની છે. વિવિધ કાર્યક્રમો ઘડાઇ રહ્યા છે. હેડગેવાર ભવનમાં 2 કલાક ચાલેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે વિધાનસભા સીટ વિસ્તાર પ્રમાણે વિસ્તારકોને પ્રચારકની ભૂમિકા અદા કરતા હોય છે,ત્યારે સાંપ્રત સ્થિતી અંગે પણ ચિતાર મેળવવમાં આવ્યો છે.
Advertisement