Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન

ગુજરાત સરકારે આદરેલા અંગદાન (Organ Donation) ના સેવાયજ્ઞના પરિણામે રાજ્યભરમાં જાગૃકતા વધી છે. અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાનનું સેવાકીય કાર્ય આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે.આ પણ વાંચો: સુરતની મહિલાના પરિવારે કર્યું અંગદાન, 4 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યુંઅમદાવાદ શહેરની વાત કરીએ તો તારીખ ૧૫ જૂન થી ૧૮ જૂન સà
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન
Advertisement
ગુજરાત સરકારે આદરેલા અંગદાન (Organ Donation) ના સેવાયજ્ઞના પરિણામે રાજ્યભરમાં જાગૃકતા વધી છે. અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાનનું સેવાકીય કાર્ય આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો તારીખ ૧૫ જૂન થી ૧૮ જૂન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થયું છે. મહત્વની બાબત એ છે કે, સરકારી સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ૧૮ મી જૂનના રોજ અંગદાન થયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ની વિગતો જોઇએ તો, તારીખ 15 થી 18 દરમિયાન ચાર અંગદાન થયા છે. જ્યારે 18 મી જૂને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં પણ એક અંગદાન થયું છે.
અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલ ૭૧ થી ૭૪માં અંગદાનની સમગ્ર વિગતો આ પ્રમાણે છે. ૭૧માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજયકુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર, ૭૨માં અંગદાનમાં મહેસાણાના મનોજભાઇ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, ૭૩માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતાબેન વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર, ૭૪માં અંગદાનમાં અમદાવાદના ૨૫ વર્ષીય રાહુલભાઇ રાજભરના અંગદાનમાં લીવરનું દાન મળ્યું છે.
આ ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોનું જે કાઉન્સેલીંગ કરવું પડે છે તેમાં ગણતરીના કલાકોમાં જ પરિજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા.  
જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં થયેલા અંગદાનમાં રસપ્રદ બાબત એ છે કે, દલ્લુ વિનાયગમ કે જેઓ હાઇકોર્ટના પૂર્વ કર્મચારી હતા અને મેરેથોન તેમજ સ્વીમીંગ ની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા તેઓ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન માટે ઈચ્છા દર્શાવી હતી.
છેલ્લા કેટલાય સમયથી મીડિયાના માધ્યમથી અંગદાન અંગે વાંચતા તેઓ અંગદાનનું મહત્વ સમજતા હતા અને જ્યારે દલ્લુભાઇ વિનાયગમ 16 જૂનના રોજ બ્રેઇનડેડ થયા ત્યારે અન્યોને ઉપયોગી બનવા તેમના પરિજનોએ અંગદાનની ઇચ્છા દર્શાવી. જેમના અંગદાનમાં બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO ની ટીમના રાઉન્ડ ધ ક્લોક માનવસેવાના નિર્ધારના પરિણામે આજે દરરોજ સરેરાશ ૪ વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે.
અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ SOTTO (State Organ Tissue And Transplant Organization) ના કન્વીનર ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમના પ્રત્યારોપણ માટેની સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આ બંને સુગમ્ય સંકલનથી આજે અંગોની ખોડખાપણ કે તકલીફના કારણે પીડામય જીવન જીવી રહેલા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.
મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલ (Chief Minister of Gujarat - Bhupendrabhai Patel) અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ (Health Minister of Gujarat - Rushikeshbhai Patel) ના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અંગદાનની પ્રવૃતિને વેગ મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યમાં કોઇપણ જીવીત વ્યક્તિને અંગદાન કરવું પડે નહીં અને રાજ્યભરમાંથી અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ ઘટે તે માટે વિવિધ જીલ્લા હોસ્પિટલમાં અંગદાન અને અંગોના પ્રત્યારોપણની સધન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, સરકાર, સમાજ , સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે ગુજરાતમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે. જે બદલ રાઉન્ડ ધ ક્લોક અંગોના રીટ્રાઇવલ અને અંગોના પ્રત્યારોપણ માટે કાર્યરત તબીબોની સેવાને મંત્રી એ બિરદાવી હતી.
Tags :
Advertisement

.

×