શહેરમાં વધુ એક વાર દેશી બનાવટી પિસ્ટલ અને કારતુસ સાથે 1 વ્યક્તિ ઝડપાયો
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં લાયસન્સ વગર હથિયાર રાખનારાઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દેશી બનાવટી પિસ્ટલ અને કારતુસ મળી...
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં લાયસન્સ વગર હથિયાર રાખનારાઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દેશી બનાવટી પિસ્ટલ અને કારતુસ મળી આવ્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી રહી છે. ત્યારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં પટેલ મેદાનની નજીક આવેલા મદની રેસીડેન્સી નજીક એક યુવક ગેરકાયદે હથિયાર લઈને જઈ રહ્યો છે જે અંગે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહોમદસાદિક પાસેથી દેશી બનાવટી પિસ્ટલ અને કારતુસ મળી આવ્યા હતા. જેની આશરે કિંમત 25 હજારની આસપાસ છે. હાલતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ શરુ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમદસાદીક નાગોરીની સામે આર્મસ એક્ટ કલમ 25(1-બી), 25(1-એ), 29 અને જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
Advertisement