Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વધુ એક વખત નશાકારક કફ સીરપ બનાવવાનો જથ્થો પકડાયો

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં વધુ એક વખત નશાકારક કફ સીરપ બનાવવાનો જથ્થો પકડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કફ સીરપ બનાવવાના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. દાણીલીમડા વિસ્તારમાં ગત મોડી સાંજે...
ahmedabad   વધુ એક વખત નશાકારક કફ સીરપ બનાવવાનો જથ્થો પકડાયો

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

અમદાવાદ શહેરમાં વધુ એક વખત નશાકારક કફ સીરપ બનાવવાનો જથ્થો પકડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કફ સીરપ બનાવવાના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

દાણીલીમડા વિસ્તારમાં ગત મોડી સાંજે રેડ

Advertisement

ખેડામાં આયુર્વેદિક કફ સીરપ પીધા પછી 5 લોકોના મોત બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સફાળું જાગ્યું અને એક બાતમીના આધારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગત મોડી સાંજે રેડ કરી હતી જેમાં કફ સીરપ બનાવવાના જથ્થા સાથે મુજાહીદ ઉર્ફે મોઈનખાન પઠાણની ધરપકડ કરી છે. અને તેના મકાનમાં રહેતો ભાડુઆત શોફુદિંન નાગોરીને ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા છે.

ગેરકાયદેસર રીતે નશાકારક પ્રવાહી તૈયાર કરી તેનું વેચાણ કરતો

Advertisement

શહેરના દાણીલીમડા ખાતે આવેલા ધ્રુવ નગર વિસ્તારમાં મકાન નંબર 34 ખાતે મોઈન પઠાણ ગેરકાયદેસર રીતે નશાકારક પ્રવાહી તૈયાર કરી તેનું વેચાણ કરતો હતો જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ડ્રાઈ કફ સીરપ મેટાહિસ્ટ- એસ અંદાજે 18 લિટર અને NITRAZEPAM TABLET નંગ -49 સાથે મેટાહિસ્ટ- એસ અને નાઈટ્રાઝીપામ ટેબ્લેટના મિશ્રણ વાળું શંકાપદ પ્રવાહીનો જથ્થો સીઝ કરાયો છે. આ સાથે એક મોબાઇલ ફોન અને REXODEX નામની કફ શિરપના સ્ટીકર પણ મળી આવ્યા છે.

NDPS એક્ટ મુજબ કાર્યવાહી

હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોઈન ખાન પઠાણની ધરપકડ કરી અને NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે સાથે વોન્ટેડ આરોપી શેફુદિંન નાગોરીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો----CM JAPAN VISIT : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો સાથે મુલાકાત

Tags :
Advertisement

.