Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શહેરમાં ફરી એકવાર BRTS બસમાં આગ ભભૂકી, આ કારણે લાગી આગ

શહેરમાં ફરી એકવાર BRTS બસમાં આગ ભભૂકી ઉઠી હતી. મણિનગર રેલ્વે સ્ટેશનની સામે આવેલા BRTS કોરિડોર નજીક ઉભેલી BRTS બસમાં એકાએક આગનો બનાવ બન્યો હતો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જ જાનહાનિ થઇ નથી. બસ સ્ટોપ પાસે ઉભેલી બસમાં આગ લાગી હતી. આગનો બનાવ બનતા ઘટના સ્થળ પર ફાયરબ્રિગેટની 2 ગાડીઓ આગ પર કાબુ મેળવા માટે પોંહચી હતી.એન્જીનમાંથી ધુમાડા બાદ આગ લાગીઉભેલી બસમાં આગ લગતા કોઈ પણ જાનહાનીના સમાચાર à
03:53 PM Dec 07, 2022 IST | Vipul Pandya
શહેરમાં ફરી એકવાર BRTS બસમાં આગ ભભૂકી ઉઠી હતી. મણિનગર રેલ્વે સ્ટેશનની સામે આવેલા BRTS કોરિડોર નજીક ઉભેલી BRTS બસમાં એકાએક આગનો બનાવ બન્યો હતો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જ જાનહાનિ થઇ નથી. બસ સ્ટોપ પાસે ઉભેલી બસમાં આગ લાગી હતી. આગનો બનાવ બનતા ઘટના સ્થળ પર ફાયરબ્રિગેટની 2 ગાડીઓ આગ પર કાબુ મેળવા માટે પોંહચી હતી.
એન્જીનમાંથી ધુમાડા બાદ આગ લાગી
ઉભેલી બસમાં આગ લગતા કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ઉભેલી બસમાં આગ કઈ રીતે લાગી આ મોટો પ્રશ્ન છે. બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ઉભેલી બસમાં સૌપ્રથમ એન્જીનમાંથી ધુમાડાના ગોટા નીકળ્યા અને ત્યાર બાદમાં એન્જીનના ભાગેથી આગ ભભૂકી ઉઠી.
બસ પાર્ક કરેલી હતી
પ્રાથમિક માહિતી પ્રમાણે ડિઝલ બસમાં આગ લાગી હતી અને તેની ટ્રીપ એન્ડ થતા બસને પાર્ક કરી દેવામાં આવી હતી.  હાલમાં શહેરમાં દોડી રહેલી તમામ એસી BRTS બસોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે.
અગાઉની BRTS બસમાં આગની ઘટનાઓ
જણાવી દઈએ કે આ અગાઉ હેલ્મેટ સર્કલ પાસે પણ BRTS બસમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં પણ ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાની ટળી હતી. બસ CNGની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે બસમાં પણ શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી.
જાનહાની નહી
હાલતો મળતી માહિતી પ્રમાણે મણિનગર ખાતે લાગેલી આગ પર કાબુ મેળવાઈ ગયો હતો અને આગ લાગ્યા બાદ પણ કોઈ જ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ અનેકવાર આજ રીતે BRTSમાં શા માટે આગ લાગે છે તેની તપાસ કરવી જરૂરી છે.
આ પણ વાંચો - પરિણામો પહેલા રાજકિય પાર્ટીઓએ ફટાકડા ખરીદવાના શરૂ કર્યાં, દિવાળી બાદ ફટાકડા માર્કેટમાં ફરી તેજી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBRTSBurningBusFireBrokeOutGujaratFirstManinagar
Next Article