Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે ફટકડાનો સ્ટંટ કરનાર ઝડપાયા

શહેરના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ જાણે કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા, એટલું નહીં તેઓએ ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. સાથે જ આ યુવકોએ એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાખીને રોડ પર જ બોક્સ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે, રાહદારીઓને જોખમમાં મુકનારા શખ્સોની કરતૂત મીડિયાએ રજૂ કરાઇ હતી. દિવાળીનà
સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે ફટકડાનો સ્ટંટ કરનાર ઝડપાયા
શહેરના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ જાણે કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા, એટલું નહીં તેઓએ ચાલુ ગાડીએ ગાડી પર ફટાકડા ફોડીને લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. સાથે જ આ યુવકોએ એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાખીને રોડ પર જ બોક્સ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે, રાહદારીઓને જોખમમાં મુકનારા શખ્સોની કરતૂત મીડિયાએ રજૂ કરાઇ હતી. 

દિવાળીની રાતે જાહેર રોડ પર ફટાકડા ફોડી સિંધુભવન રોડને બાનમા લેનાર 9 યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. જાહેર રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા, જેમાં ગાડીની છત પર તથા અન્ય વાહન ચાલકોને તકલીફ પડે અકસ્માત થાય તે રીતે ફટાકડા ફોડી જાહેર રોડ પર અયોગ્ય વર્તન કરતા હતા. 
આ મામલે સરખેજ પોલીસે હર્ષદ ગરાંભા, યશવંત ગરાંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલ બે ગાડીઓ પણ કબજે કરવામાં આવી તો બીજી તરફ બનાવ સમયે આરોપીઓ નશાનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીઓની વિરુદ્ધ ipc ની કલમ 308, 286, 279 નો પણ ઉમેરો કરવામા આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.