ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં 25 ટકા ફી માફી માટે NSUIનો વિરોધ, ફી માફીની કરી માગ...

અમદાવાદમાં NSUI દ્વારા ફી માફીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે છતા તેનો કોઈ અમલ થયો નથી, જ્યારે ફી ઘટાડવાના બદલે સ્કૂલોમાં વધુ ફી લેવામાં આવી રહી છે. જેને લઈને NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેમાં NSUIના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચાર કર્યા હતા અને શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિરોધ કર્યો હતો. અમદાà
12:11 PM Feb 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં NSUI દ્વારા ફી માફીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે છતા તેનો કોઈ અમલ થયો નથી, જ્યારે ફી ઘટાડવાના બદલે સ્કૂલોમાં વધુ ફી લેવામાં આવી રહી છે. જેને લઈને NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેમાં NSUIના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચાર કર્યા હતા અને શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિરોધ કર્યો હતો.
 
અમદાવાદના લાલદરવાજાના સરદાર બાગ ખાતે NSUIના કાર્યકરોએ ભેગા મળીને  25 ટકા ફી માફી સહિત આ વર્ષે સ્કૂલોએ જે 10 ટકા ફી વધારો કર્યો છે, તેને પાછો ખેંચવા માગ કરી હતી અને કાર્યકરોએ રસ્તા વચ્ચે બેસીને શિક્ષણમંત્રી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
NSUIના કાર્યકર્તાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર ખાનગી સ્કૂલોના સંચાલકોના હિતમાં નિર્ણય કરે છે અને  25 ટકા ફી માફી જાહેર કરવા છતાં સ્કૂલ સંચાલકોએ 10 ટકા ફી વધારો કર્યો છે. જેથી આ વધારો પરત લેવામાં આવે અને અને આગામી વર્ષમાં પણ ફી વધારો ન કરવામાં આવે તેવી માંગ કરી છે.
Tags :
ahemadabadGujaratFirstunivercity
Next Article