Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અટલ બ્રીજની મુલાકાત હવે નથી રહી ફ્રી, આપવી પડશે 'ફી'

અમદાવાદમાં (Ahmedabad) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ગત 27મીના રોજ અટલ બ્રીજ (Atal Bridge) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ અટલ બ્રીજને જોવા માટે ઉમટ્યા હતા ત્યારે બ્રીજ પર ભીડને કંટ્રોલમાં રહે અને હાલમાં જ આપણે કોરોના મહામારીમાંથી માંડ માંડ ઉગર્યાં છીએ ત્યારે અટલ બ્રીજની ભીડ થકી કોરોના ફેલાય નહી તેવા હેતુસર તંત્ર દ્વાર લોકોની સલામતી અàª
અટલ બ્રીજની મુલાકાત હવે નથી રહી ફ્રી  આપવી પડશે  ફી
અમદાવાદમાં (Ahmedabad) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ગત 27મીના રોજ અટલ બ્રીજ (Atal Bridge) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ અટલ બ્રીજને જોવા માટે ઉમટ્યા હતા ત્યારે બ્રીજ પર ભીડને કંટ્રોલમાં રહે અને હાલમાં જ આપણે કોરોના મહામારીમાંથી માંડ માંડ ઉગર્યાં છીએ ત્યારે અટલ બ્રીજની ભીડ થકી કોરોના ફેલાય નહી તેવા હેતુસર તંત્ર દ્વાર લોકોની સલામતી અને હિતને ધ્યાને લઈ 31/08/2022 એટલે કે આવતીકાલથી અટલ બ્રીજમાં મુલાકાતીઓ માટે ટિકીટના દર નક્કી કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, અટલ બ્રીજના (Atal Bridge) લોકાર્પણના બીજા જ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ બ્રીજની મુલાકાત લીધી હતી અને તે બાદ બ્રીજ પર પાનની પિચકારીઓ અને કચરો પણ જોવા મળ્યો હતો. અટલ બ્રીજ અમદાવાદ શહેરની એક ઓળખ બની રહ્યો છે ત્યારે તેની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે ખુબ જ જરૂરી છે અને તે માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે લોકો સ્વયં જાગૃતિ લાવે તે જરૂરી છે.
ટિકિટના દરો (Ahmedabad Atal Bridge Ticket Price)
અટલ બ્રીજ : 3 થી 12 વર્ષ સુધીના માટે રૂ. 15, 12 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે 30 અને સિનિયર સિટિઝન્સ માટે રૂ. 15
ફ્લાવર પાર્ક અને અટલ બ્રીજ : 3 થી 12 વર્ષના માટે રૂ. 20, 12થી વધુ ઉંમરના લોકો માટે રૂ. 40, સિનિયર સિટીઝન્સ માટે રૂ. 20 ટિકિટ દર નક્કી કરાયા છે.
- ઉપરાંત વિકલાંગ લોકો બ્રીજની મુલાકાત નિ:શુલ્ક છે.
ટિકીટ દર ઉપરાંત બ્રીજમાં સ્વચ્છતા અને સલામતિ જળવાય તે માટે નિયમો પણ અમલી બનાવવામાં આવ્યા છે.

- બ્રીજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલો રહેશે, બ્રીજ પર 30 મિનીટ જ રોકાઈ શકાશે
- કોઈ પણ પ્રકારના ગુટખા, પાન મસાલા, કેફી દ્રવ્યો લઈ જવાની અને  ધુમ્રપાનની મનાઈ છે.
- ઘરેથી લાવેલો ખોરાક કે નાસ્તો નહી લઈ જઈ શકાય
- પાલતુ પ્રાણીઓ સાથે બ્રીજમાં પ્રવેશી શકાશે નહી.
- ફેરિયાઓ કોઈ વસ્તુના વેચાણઅર્થે બ્રીજમાં પ્રવેશી શકશે નહી
- પ્રોફેશનલ ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટના નીતિ નિયમો મુજબ રહેશે.
- બ્રીજ પર શોર બકોર, મ્યૂઝિક વગાડવું, રમતો રમવી, પ્રમોશનલ વગેરે કરી શકાશે નહી.
Advertisement
Tags :
Advertisement

.